રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ લોકો
  1. ૧ બાઉલ ચોખા
  2. ૧ બાઉલ અડદ દાળ
  3. ૧ બાઉલ ચણા દાળ
  4. ૧ બાઉલ મુંગ દાળ
  5. ૧ ટી સ્પૂનમેથી દાણા
  6. સ્વાદ પ્રમાણેઆદુ મરચા ની પેસ્ટ
  7. થોડું દહીં
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. ૧ ટી સ્પૂનહળદર
  10. ૧ ટી સ્પૂનતેલ ૧ પ્લેટ બનાવવા
  11. ૧ ટી સ્પૂન બેકિંગ સોડા ૧ પ્લેટ બનાવવા
  12. લાલ મરચું sprinkle કરવા
  13. સમારેલા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલ માં બધી દાળ અને ચોખા ને બરાબર ધોઈ અને તેમાં મેથી દાણા પણ એડ કરી ને ૬ કલાક પલાળવા.
    પછી મિક્સર મા થોડું દહીં એડ કરી વાટી લેવું.

  2. 2

    હવે આથો લાવવા ૮ કલાક એક ડબ્બા મા બંધ કરી ને રાખવું.
    ૧ પ્લેટ બનાવવા માટે ૨ મોટા ચમચા ભરી ને બેટર ને એક બાઉલ મા લઈ ને આદુ મરચાં ની પેસ્ટ,હળદર, મીઠું અને તેલ નાખી ને હલાવવું.

  3. 3

    બનાવવા ના સમયે તેમાં ૧ ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરી ને હલાવી ને પ્લેટ મા આ મિક્સર એડ કરી ને ઉપર થી લાલ મરચું sprinkle કરી ૧૦ મિનિટ માટે બાફવા મૂકવા.

  4. 4

    બફાઈ જાય પછી થોડા ઠંડા થાય એટલે હવે પ્લેટ મા મનગમતા શેપ્ માં કટ કરવા.
    લસણ ની ચટણી અને કાચા તેલ સાથે સરસ લાગે છે.ચા કૉફી સાથે મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે આ એક પરફેક્ટ ડીશ છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes