દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#CB2
Week 2

દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

#CB2
Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. નાની દૂધી
  2. ૧ વાટકો ઘઉં નો લોટ
  3. ૧ વાટકો ચણાનો લોટ
  4. ૧/૨ વાટકીબાજરાનો લોટ
  5. ૧ ચમચીલસણ,‌આદુ મરચાની પેસ્ટ
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧/૪ ચમચીહળદર
  8. ચપટીહિંગ
  9. સ્વાદ મુજબ મીઠું
  10. ૧/૨ ચમચીખાંડ
  11. ચપટીખાવાનો સોડા
  12. ૧ ચમચીલીંબુનો રસ
  13. ૨ ચમચીતેલ મોણ માટે
  14. પાણી જરૂર મુજબ
  15. મુઠીયાના વઘાર માટે
  16. પાવરુ તેલ
  17. ૧/૨ ચમચીરાઈ જીરુ
  18. ૧ ચમચીખાંડ
  19. ૧/૨ ચમચીસફેદ તલ
  20. ૫-૬ લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક મોટું વાસણ લઈ તેમાં દૂધી ને ખમણી લેવી. પછી તેમાં બધા મસાલા કરવા અને સરસ થી મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં બધા લોટ નાખી જરૂર મુજબ થોડું પાણી નાખી અને લોટ ભેગો કરી લેવો.

  2. 2

    પછી તે લોટમાંથી મુઠીયા વાળી લેવા. પછી તેને વરાળમાં પંદરથી વીસ મિનિટ સુધી બાફવા મૂકી દેવા.

  3. 3

    બફાઈ જાય પછી તેના નાના પીસ કરી લેવા. પછી એક પેનમાં તેલ મૂકી રાઈ જીરું, લીમડો, તલ મૂકી અને મુઠીયા નો વઘાર કરવો. પછી તેમા ખાંડ નાખીને બધું મિક્ષ કરી લેવું.

  4. 4

    હવે તૈયાર છે દુધી ના મુઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes