કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#DFT

બેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
15-20 નંગ
  1. 50 ગ્રામડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ
  2. 50 ગ્રામમિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ
  3. 1 ટીસ્પૂનઇન્સ્ટન્ટ કોફી પાઉડર
  4. 3 ટેબલ સ્પૂનનાના રાઇસ ક્રેકર્સ
  5. સિલિકોન કે પ્લાસ્ટિકના ચોકલેટ મોલ્ડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    રુમ ટેમ્પરેચર પર હોય તેવી ડાર્ક અને મિલ્ક ચોકલેટ લેવી. એક કાચના બાઉલમાં બન્ને ચોકલેટને નાના ટુકડા માં ચોપ કરી લેવી. ચોકલેટને 1 મિનિટ માટે માઇક્રોવેવ કરવી. 30 સેકન્ડ ના પાર્ટમાં માઇક્રોવેવ કરવી. દરેક વખતે હલાવી મિક્સ કરવી. ગેસ પર ડબલ બોઇલરમાં પણ મેલ્ટ કરી શકાય છે. જેમાં થોડોક સમય વધારે જશે. બરાબર મેલ્ટ થાય એટલે બહાર કાઢી તેમાં કોફી પાઉડર ઉમેરી મિક્સ કરવો.

  2. 2

    કોફી ગરમ મેલ્ટેડ ચોકલેટ માં ભળી જાય પછી તેમાં રાઇસ ક્રેકર્સ એડ કરવા. બરાબર મિક્સ કરી નાની ચમચીથી મિશ્રણને ચોકલેટ મોલ્ડમાં ભરતા જવું.

  3. 3

    બધી ચોકલેટ ભરાઇ જાય પછી મોલ્ડને ફ્રીઝરમાં 10 મિનિટ માટે ચોકલેટ સેટ કરવા મૂકવા. ચોકલેટ સેટ થાય પછી મોલ્ડમાંથી આસાનીથી અનમોલ્ડ થઇ જશે.

  4. 4

    ચોકલેટને બહુ જ ગરમીની ઋતુમાં ફ્રીઝમાં રાખવી. ફ્રીઝમાં 6 મહિના સુધી સારી રહેશે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes