સાતપડી પૂરી (Satpadi Poori Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામમેંદો
  2. 150 ગ્રામઘી
  3. 2 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  4. 2 ચમચીમરી પાઉડર
  5. તેલ મોણ માટે
  6. 1/4 કપઘી
  7. 3/4 કપચોખા નો લોટ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પરાત માં મેંદો, જીરુ પાઉડર, મરી પાઉડર, મીઠું અને તેલનું મોણ નાંખી બરાબર મિક્સ કરી લોટને બાંધી લેવો. પછી તેને કુણવી ને એક સરખા મોટા લૂઆ કરી લેવા.

  2. 2

    હવે એક બાઉલમાં ઘી અને ચોખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    હવે લુવા માંથી રોટલીઓ વણી લેવી. હવે એક રોટલી લઇ તેના ઉપર ઘી-ચોખા વાળી પેસ્ટ લગાવી તેના ઉપર બીજી રોટલી મૂકી પાછી ઘી- ચોખાની પેસ્ટ લગાવવી એમ આવી રીતે સાત રોટલી સુધી કરવું.

  4. 4

    પછી તે રોટલી નો રોલ વાળી લેવો. હવે તેમાંથી એક સરખા લૂઆ કરી લુઆને હથેળી થી સહેજ દબાવી લેવા. પછી હળવા હાથે બે વાર વેલણ લગાવી બધી પૂરીને વણી લેવી.

  5. 5

    પછી ગરમ તેલમાં મધ્યમ આંચ પર ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes