ઘટકો

  1. ૧ કપલીલા ચણા
  2. મિડિયમ સાઇઝ ની ડુંગળી
  3. ટામેટું
  4. ૧ ચમચીલસણ મરચાં ની પેસ્ટ
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. ૧/૪ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીધાણા જીરું પાઉડર
  9. ૧/૨ ચમચીછોલે મસાલા
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૪ ચમચીતેલ
  12. ૧ ચમચીજીરૂ
  13. ઝીણા સમારેલું લીલું લસણ
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી અને ટામેટાં ને ધોઈ ને ઝીણા સમારી લેવા

  2. 2

    ગેસ પર કૂકર માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી ચટકવા દઈશું પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી તેને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો અને પછી તેમાં ટામેટા અને લીલું લસણ અને લસણ મરચાં ની પેસ્ટ ઉમેરો અને તેને થોડીવાર સુધી સાંતળો

  3. 3

    હવે તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો અને તેમાં લીલા ચણા ઉમેરી મિક્સ કરો અને કૂકર બંધ કરી ૨ - ૩ સીટી વગાડી લો (ચણા બફાઈ જાય ત્યાં સુધી થવા દો)

  4. 4

    ગેસ બંધ કરી લો અને કૂકર ઠંડુ પડે એટલે કૂકર ખોલી ચેક કરી લો અને તેમાં સમારેલી કોથમીર ઉમેરી દો અને તેને ગરમ ગરમ રોટલી સાથે પીરસો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Harsha Solanki
Harsha Solanki @cook_harshasolanki
પર
India
I love cooking cooking my passion 🍴🔪❤️
વધુ વાંચો

Similar Recipes