ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. રોટલી બનાવવા માટે:
  2. ૧/૨ કપઘઉં નો લોટ
  3. ૧/૨ કપમેંદો
  4. ૨ ચમચીતેલ
  5. પાણી જરૂર મુજબ
  6. સ્ટફિંગ માટે:
  7. ૩-૪ બાફેલા બટાકા નો માવો
  8. ઝીણી સમારેલી ડુંગળી
  9. ૧/૨ કપઝીણું સમારેલું કોબી
  10. કોથમીર ઝીણી સમારેલી
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૨ ચમચીગરમ મસાલો
  13. ૧ ચમચીખાંડ
  14. ૨-૩ ચમચી લીંબુનો રસ
  15. ગાજર ઝીણું સમારેલું
  16. ચીઝ જરૂર મુજબ
  17. ૨-૩ ચમચી મેયોનીઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં અને મેંદા ના લોટ ને લઈ તેમાં જરૂર મુજબ તેલ ઉમેરો. ત્યાર બાદ થોડું મીઠું નાખી અને જરૂર મુજબ નું પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી ને તેનો લોટ બાંધી લો.

  2. 2

    સ્ટફિંગ બનાવવા માટે:
    સૌ પ્રથમ બાફેલા બટાકા ને માવો લઈ લો. તેમાં જરૂર મુજબ નું મીઠું નાખી બધું બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરો.

  3. 3

    ગરમ મસાલો, થોડી ખાંડ, અને લીંબુ નો રસ નાખી તેનું સ્ટફિંગ તૈયાર કરી લો.

  4. 4

    ત્યારબાદ બીજા એક બાઉલ માં છીણેલું ગાજર અને કોબી લઈ લો. તેમાં મીઠું ઉમેરો અને ત્યારબાદ ૨-૩ ચમચી મેયોનિઝ એડ કરો.

  5. 5

    તેનું એક સલાડ બનાવી લો. ત્યારબાદ લોટ માંથી મોટી રોટલી તૈયાર કરી તેને બરાબર બંને બાજુ શેકી લો.

  6. 6

    રોટલી થયા બાદ તેમાં નીચે ટોમેટો કેચઅપ લગાવો. અને ત્યારબાદ ગાજર અને કોબી નું સલાડ મૂકી અને છેલ્લે તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો. અને સ્વાદ મુજબ નું ચીઝ લો

  7. 7

    બધુ બરાબર મૂકી તેનો રોલ વાળો અને એક લોઢી માં તેલ અથવા ઘી મૂકી ને તેને શેકી લો.

  8. 8

    શેકાઈ ગયા બાદ તેને વચ્ચે થી કટ કરી અને સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes