આલુ પાલક નું શાક (Aloo Palak Shak Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

આલુ પાલક નું શાક (Aloo Palak Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગબાફેલા બટાકા
  2. ૧ નંગમોટી સાઈઝ નો કાંદો ઝીણો સમારેલો
  3. ૧ નંગટામેટું ઝીણું સમારેલું
  4. ૧ વાડકીઝીણી સમારેલી પાલક
  5. ૧/૨ ચમચીચણાનો લોટ
  6. ૧/૪ ચમચીકસૂરી મેથી
  7. વધાર માટે
  8. ૨ ટેબલ સ્પૂનતેલ
  9. ચપટીહિંગ
  10. ૧ ચમચીજીરૂ
  11. કળી ઝીણું સમારેલું લસણ
  12. ૧/૨ ચમચીઆદુ ની પેસ્ટ
  13. ૧/૪ ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  14. મસાલા માટે
  15. ૧/૪ ટી સ્પૂનહળદર પાઉડર
  16. ૧/૨ ટી સ્પૂનમીઠું
  17. ૧ ટી સ્પૂનચણાનો લોટ
  18. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  19. ૧ ટી સ્પૂનધાણાજીરુ પાઉડર
  20. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ પ્રથમ કુકરમાં બટાકા મુકી ૫ સીટી વગાડી લેવી ગેસ મિડીયમ રાખવો, એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં બાફેલા બટાકા તળી લેવા, હવે તેને બાજુ પર મૂકી દેવાં.

  2. 2

    હવે એક પેનમાં તેલ મુકવું ગેસ ધીમો રાખી તેમાં હીંગ, જીરૂ,લસણ, આદુ ને મરચાં ની પેસ્ટ ઉમેરી બધું ૩ મિનિટ સાંતળી લેવું પછી તેમાં ડુંગળી ઉમેરવી.

  3. 3

    કાંદા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી સાંતળવા હવે તેમાં હળદર પાઉડર ઉમેરી ધીમા ગેસ પર સાંતળી તેમાં બટાકા ઉમેરી તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી તેમાં ચણાનો લોટ ઉમેરવો ને ૨ મિનિટ ઢાંકી ને થવા દેવું.

  4. 4

    હવે તેમાં ટામેટા ઉમેરી તેમાં થોડું મીઠું ઉમેરી ૧ મિનિટ થવા દેવું હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરુ પાઉડર ને ગરમ મસાલો ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું ને તેલ છુટું પડે ત્યાં સુધી થવા દેવું.

  5. 5

    હવે તેમાં પાલક ઉમેરી ને ૨ મિનિટ મીડીયમ ફ્લેમ પર થવા દેવું હવે બધું બરાબર મિક્સ કરી ૩ થી ૪ મિનિટ ઢાંકી ને થવા દેવું હવે તેલ છુટું પડે એટલે ગેસ બંધ કરી તેમાં કસુરી મેથી ઉમેરી મિક્સ કરી લેવું, તૈયાર છે સ્વાદિષ્ટ આલુ પાલક નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

ટિપ્પણીઓ

Similar Recipes