હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

Minal sompura
Minal sompura @Minal_371

મારાં બાળકો ને ખુબ જ ભાવે છે એટલે મેં ઘરે બનાવી

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 કિલો+ 250 ગ્રામ બટાકા
  2. 2જૂડી પાલક
  3. 4 વાટકીલીલા વટાણા
  4. 2 વાટકીકોથમીર
  5. 4 સ્પૂનઆદું મરચા ની પેસ્ટ
  6. 2 સ્પૂનચાટ મસાલા
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 7-8 સ્લાઈસબ્રેડ
  9. તેલ તળવા માટે
  10. કાજુ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બટાકા ને બાફીને રાખી દો વટાણા ને પણ અલગ થી બાફીને લો પાલક ને ગરમ પાણી માં ગેસ બંધ કરી 5 મિનિટ રહેવાદો પછી બધું પાણી નિતારી લો અને તેને જીણી સુધારો

  2. 2

    બ્રેડ ને મિક્સર માં પીસી ને બ્રેડ ક્રમસ તૈયાર કરો

  3. 3

    આદું મરચા ની પેસ્ટ ચાટ મસાલો કોથમીર જીણી સમારી લો

  4. 4

    બટાકા ને મેશ કરી લો પછી તેમાં બધી જ સામગ્રી ઉમેરો બ્રેડ ક્રમ્સ જરૂર મુજબ ઉમેરતા જવું
    એક વાત નું ખાસ ધ્યાન રાખવું એક પણ વસ્તુ માં પાણી ના રહેવું જોઈએ બધી બરાબર કોરી કરી ને પછી જ મિક્સ કરવી

  5. 5

    પછી તેમાંથી નાની નાની ટિક્કી વાળી લો તેના પર કાજુઆડધું કરી ને મૂકી દો અને ગરમ તેલ માં તળી લો બસ હરા ભરા કબાબ તૈયાર છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Minal sompura
Minal sompura @Minal_371
પર

Similar Recipes