મગફળી ચાટ (Peanut Chaat Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#MFF
#cookpad_guj
#cookpadindia
મગફળી, માંડવી, ઓળા વગેરે નામ થી ઓળખાતી આ વનસ્પતિ જમીન ની અંદર ઉગે છે અને તેના બી, માંડવી, શીંગદાણા થી ઓળખાય છે. માંડવી નું વાવેતર ઉષ્ણ કટિબંધ પ્રદેશ માં થાય છે. ગુજરાત, ખાસ કરી ને સૌરાષ્ટ્ર માં મગફળી નો ભરપૂર પાક થાય છે. ખરીફ પાક/ચોમાસુ પાક માં આવતી મગફળી ના પાક નો સમય જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધી નો ગણાય છે. પ્રોટીન ના ઉત્તમ સ્ત્રોત વાળી માંડવી માં ફાયબર, સારી ફેટ અને અન્ય પોષકતત્વો પણ છે. ચોમાસામાં તાજી અને કુણી મગફળી મળે છે જે કાચી, સેકી ને અથવા બાફી ને ખવાય છે.
આજે તાજી માંડવી ને બાફી ને ચાટ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 3 કપતાજી મગફળી
  2. 1 નંગડુંગળી (સુધારેલી)
  3. 1 નંગટામેટું (સુધારેલું)
  4. 1 નંગલીંબુ નો રસ
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1 ચમચીશેકેલા જીરા નો પાઉડર
  7. 1ચમચો ઝીણી સુધારેલી કોથમીર
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    તાજી મગફળી ભરપૂર માટી વાળી હોય છે માટે તેને પાણીમાં પલાળી સારી રીતે ધોઈ લેવી. પછી મીઠું નાખી કુકર માં બાફી લેવી.

  2. 2

    બફાય જાય એટલે મગફળી ના દાણા કાઢી લેવા.

  3. 3

    હવે આ દાણા માં ટામેટાં, ડુંગળી, કોથમીર નાખો. મીઠું, ચાટ મસાલો અને જીરું પાઉડર નાખો. અને લીંબુ નો રસ ઉમેરો.

  4. 4

    સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ચાટ તૈયાર છે. એનો આનંદ ઉઠાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes