અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#ATW2
#TheChefStory
#SSR
આ એક ટ્રેડીશનલ મિઠાઇ છે જે નવરાત્રિ માં ખાસ બનાવવા માં આવે છે.

અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)

#ATW2
#TheChefStory
#SSR
આ એક ટ્રેડીશનલ મિઠાઇ છે જે નવરાત્રિ માં ખાસ બનાવવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
500 ગ્રામ  બનશે
  1. 1/2 કપઘી
  2. 1/2 કપજીણો રવો
  3. 1/4 કપબેસન
  4. 1/2 કપસુકું કોપરું
  5. 1 ટી સ્પૂનઇલાયચી નો પાઉડર
  6. ચાસણી માટે :
  7. 1/2 કપ સાકર
  8. 1/4 કપપાણી
  9. ગારર્નિશ કરવા માટે :
  10. 1 ટી સ્પૂન ખસખસ
  11. પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    એક પેન માં ઘી ગરમ કરી અંદર રવો ઉમેરવો.રવા ને થોડો શેકવો.પછી અંદર બેસન નાંખી ને શેકવું.

  2. 2

    રવો અને બેસન શેકાઈ ને બદામી કલર પકડે એટલે ગેસ બંધ કરી અંદર સુકું કોપરું નાંખી ને મિક્સ કરવું.થોડુ ઠંડું કરવું.

  3. 3

    ચાસણી : સાકર અને પાણી ને મિક્સ કરી, ઉકાળવા મુકવું. 1 તાર ની ચાસણી બનાવવી. ચાસણી ને રવા અને બેસન ના મિક્ષણ માં નાંખી મીકસ કરવું.ઇલાયચી પાઉડર નાંખી ને મિક્સ કરવું.

  4. 4

    ગ્રીસ કરેલી થાળી માં આ અમ્રુત પાક ને ઠારી દેવો. ઉપર ખસખસ છાંટી, પીસ્તા થી ગાર્નિશ કરવૉ. 2 કલાક પછી કટકા કરી ઠાકોરજી / માતાજી ને ધરાવી, ઉપયોગ માં લેવો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes