વેજ.હરિયાલી પુલાવ

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#MBR5
#CookpadTurns6
#cookpadindia
#cookpadgujarati
શિયાળો ચાલુ થઈ ગયો છે, લીલોતરી લેવા માટે આ શ્રેષ્ઠ મોસમ છે. મને લીલા શાકભાજી સૌથી વધુ ગમે છે. આ રેસીપીમાં મેં તમામ લીલા શાકભાજીનો ઉપયોગ કર્યો છે.હરિયાલી પુલાવ વિશ્વના વર્તમાન પ્રચલિત ખોરાકમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. દરરોજ ઘણા લોકો તેનો આનંદ માણે છે. તે સરળ છે,ઝડપી છે,સ્વાદિષ્ટ છે,સરસ છે અને અદભૂત દેખાય છે. હરિયાલી પુલાવ એવી વસ્તુ છે જેને મેં આખી જીંદગી પ્રેમ કર્યો છે.વન પોટ ભોજન હંમેશા રાંધવામાં સરળ અને પીરસવામાં ઝડપી હોય છે.એટલે જ શિયાળો આવે એટલે મારી મનપસંદ આ રેસિપી તો હું ખાસ બનાવું જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. ૧ વાટકીબાસમતી ચોખા
  2. ૧ કપપાલક કોથમીર ફુદીનાની પ્યુરી
  3. ૧/૨ કપબાફેલા વટાણા
  4. ૧/૨ કપબાફેલા ગાજરના ટુકડા
  5. ૧/૨કેપ્સીકમ ઝીણું સમારેલું
  6. ૧/૪ કપલીલુ લસણ ઝીણું સમારેલું
  7. ૧/૨ કપડુંગળી ઝીણી સમારેલી
  8. ૧/૩ કપબાફેલી મકાઈના દાણા
  9. તમાલપત્ર
  10. ૧ ટુકડોતજ
  11. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  12. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું પાવડર
  13. ૧ ચમચીધાણાજીરૂ
  14. ૧/૨ ચમચીહળદર
  15. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  16. ૧/૨ ચમચીજીરૂ
  17. ૧/૨ ચમચીહિંગ
  18. સ્વાદ અનુસારમીઠું
  19. વઘાર માટે ઘી તેલ મિક્સ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખા ને ધોઈ અડધી કલાક પલાળી રાખો ત્યારબાદ મોટા તપેલામાં પાણી મૂકી ભાતને ઓસાવી લો આ રીતે છૂટો ભાત તૈયાર કરો.

  2. 2

    એક કડાઈમાં ઘી તેલ મિક્સ ગરમ કરી તેમાં જીરું હિંગ આદુ-મરચાની પેસ્ટ સ ડુંગળી કેપ્સીકમ લીલું લસણ ઉમેરી એક મિનિટ માટે ધીમા ગેસે સાંતળો.ત્યારબાદ બાકી રહેલા તૈયાર શાકને ઉમેરી ફરીથી એક મિનિટ માટે ચડવા દો.હવે શાકને કડાઈમાં જ સાઈડ પર કરી વચ્ચે એક ચમચી ઘી ગરમ કરી તેમાં હળદર મરચું ધાણાજીરૂ સાંતળી તૈયાર કરેલી પાલક કોથમીર ફુદીનાની પ્યુરી ઉમેરો અને મિક્સ કરી લો.

  3. 3

    હવે તૈયાર પ્યુરી મિક્સ કરેલા શાકમાં કિચન કિંગ મસાલો બાસમતી ભાત સ્વાદ અનુસાર મીઠું ઉમેરી એકદમ હળવા હાથે મિક્સ કરી ધીમા ગેસે ઢાંકીને પાંચથી દસ મિનિટ ચડવા દો.

  4. 4

    તો તૈયાર છે શિયાળા માટે એકદમ પૌષ્ટિક હરિયાલી પુલાવ જેને આપ બંને સમયના ભોજનમાં દહીં અને પાપડ સાથે અથવા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes