ચીઝ નાન (Cheese Nan Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

આનો એક બાઇટ ખાઇયે, પછી ખાતા જ જઇયે , ખાતા જ જઇયે.પેટ ભરાય પણ મન ના ભરાય.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧ ચમચીબેકિંગ પાઉડર
  3. ૧ ચમચીદળેલી ખાંડ
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  6. ૧/૪કમ દહીં
  7. ૨ ચમચીતેલ
  8. ઢીલો લોટ બંધાય એટલુ ગરમ પાણી
  9. ૨૦૦ ગ્રામ ચીઝ
  10. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  11. નાન ઉપર લગાવવા માટે બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ ચાળી લો. તેમા મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા. તેલ, દહીં વગેરે નાંખીને ગરમ પાણી થી ઢીલો લોટ બાંધીને ૧ કલાક માટે ઢાંકીને રાખો.ચીઝ છીણી લો. તેમા ચીલીફ્લેક્સ મીક્સ કરી લો.

  2. 2

    એક કલાક પછી લોટમાંથી મોટો લૂઓ લઇને થોડુ વણો તેની વચ્ચે થોડુ ચીઝ મુકો કચોરીની જેમ બંધ કરીને ફરીથી વણો. હેન્ડલ વાળી લોઢી ગરમ કરવા મુકો. વણેલા નાન ઉપર થોડુ પાણી ચોપડો.હવે પાણીવાળો ભાગ નીચે આવે એવીરીતે નાન લોઢી ઉપર મુકો. નાન લોઢી ઉપર ચોંટી જશે.લોઢીને ઉંધી કરીને ગેસની ફ્લેમ ઉપર નાન સેકો.

  3. 3

    કથ્થઇ છાંટ પડે એટલે લોઢી સીધી કરીને ધીમા ગેસે સેકો.જેથી નાન નીચેની સાઇડેથી કી્સ્પી થાય. પછી તેને ધીમે થી તબેથા ની મદદ થી ઉખાડીને બટર લગાવીને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

Similar Recipes