રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો, ઘઉંનો લોટ, મીઠું, બેકિંગ સોડા, ખાંડ, ઘી, દહી અને જરૂર મુજબ હૂંફાળું પાણી લઈને નરમ લોટ બાંધી લો. ઢાંકીને એક કલાક રહેવા દો
- 2
છીણેલું પનીર, ડુંગળી, કોથમીર અને બટાકાનો માવો માં અન્ય મસાલા મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો.
- 3
એક મોટી રોટલી વણી એના ઉપર ઘી પાથરીને ચોખાનો લોટ ભભરાવી રોલ વાળી લો. રોલને કાપીને કટોરી શેપ આપી ને લુવો કરો.
- 4
સ્ટફિંગ ભરીને સરસ બંધ કરીને ઉપર કોથમીર ભભરાવી દબાવી દો.
- 5
વણેલ નાન ઉપર પાણી લગાવી ગરમ લોખંડના તવા પર હલકા હાથે દબાવીને શેકો. એક સાઇડ શેકાય એટલે બીજી સાઇડ પણ તવા પર શેકી ને ચીપીયાથી ગેસ પર પણ ધીમા તાપે શેકી લો. બટર લગાવીને સર્વ કરો. 😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10691228














ટિપ્પણીઓ