વેજ સોજી પેનકેક (Veg Sooji Pancake Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

બાળકો જ્યારે શાકભાજી નાં ખાતા હોય ત્યારે આ રીતે શાક ખવડાવી શકાય છે.

વેજ સોજી પેનકેક (Veg Sooji Pancake Recipe in Gujarati)

બાળકો જ્યારે શાકભાજી નાં ખાતા હોય ત્યારે આ રીતે શાક ખવડાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસોજી
  2. 1 કપખાટું દહીં
  3. 1 વાટકીલીલા વટાણા
  4. 1 નંગગાજર
  5. 1 નંગકેપ્સીકમ
  6. 2 નંગલીલા મરચા
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/2 ચમચીમરી પાઉડર
  9. 1/4 વાટકીસફેદ તલ
  10. 1 વાટકીકોબી ચોપ કરેલું
  11. 2-3 ચમચીતેલ
  12. 1/2 ચમચીરાઈ
  13. 1/4 ચમચીહિંગ
  14. 1/2 ચમચીઇનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોજીમાં દહીં અને મીઠું ઉમેરી સરખું મિક્સ કરવું. થોડીવાર રેસ્ટ આપવો. ત્યારબાદ બધા જ શાકભાજી ચોપરમાં ચોપ કરી અને તેમાં ઉમેરવા. ત્યારબાદ વઘારીયામાં તેલ મૂકી તેમાં રાઈ હિંગ અને થોડા તલ નાખવા. અને આ વઘાર ખીરામાં રેડી દેવો. ઈનો ઉમેરી સરખું ફીણી લેવું.

  2. 2

    હવે ફ્લેટ પેનમાં ખીરુ પાથરી ઉપર થોડા તલ ભભરાવવા. કવર ઢાંકી અને મધ્યમ તાપે કુક થવા દેવું. બીજી બાજુ ફેરવી અને ક્રિસ્પી શેકવું.

  3. 3

    તૈયાર છે વેજીટેબલ સોજી પેનકેક. સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes