દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

ગરમીમાં અને એય હોળી ના દિવસો માં ખવાતી ઠંડી ઠંડી ચાટ રેસિપી.....જે સ્ટ્રીટ ફૂડ તરીકે પહેલેથી પ્રખ્યાત છે. #SFC

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

ગરમીમાં અને એય હોળી ના દિવસો માં ખવાતી ઠંડી ઠંડી ચાટ રેસિપી.....જે સ્ટ્રીટ ફૂડ તરીકે પહેલેથી પ્રખ્યાત છે. #SFC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪/૫
  1. ૧ કપ અડદ ની દાળ
  2. ૧/૨ કપ મગ ની દાળ
  3. ૧ ટુકડો-આદુ
  4. ૪-૫ નંગ -લીલા મરચાં
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧/૨ ચમચી-હીંગ
  7. ૧ ચમચી-આખુ જીરું
  8. લીલી ચટણી
  9. લાલ મીઠી ચટણી
  10. મોળું દહીં(ખાંડ ભેળવેલુ)
  11. નમકીન બુંદી,દાડમ‌ના દાણા (ઓપશનલ)
  12. ઉપર ભભરાવવા માટે..... સ્વાદાનુસાર.....👇
  13. લાલ મરચું, શેકેલા જીરું પાઉડર,સંચળ, મરી પાઉડર,ચાટ મસાલો..
  14. હીંગ અને મીઠાવાળું હુંફાળું પાણી -૧ મોટો બાઉલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ અને મગ ની દાળ ને અગાઉથી ૪/૫ કલાક સુધી પલાળી રાખો.. પલળી ગયા બાદ પાણી નીતારી આદુ મરચાં સાથે મિક્સર માં પીસી લો.

  2. 2

    ખીરા ને ૧૦-૧૫ મિનિટ સુધી હાથ/વહીસકર વડે હલકું થાય ત્યાં સુધી ફીણી લો.પાણી‌ની વાડકીમાં થોડું ખીરૂ પાડી ચેક કરી લો.ઉપર તરે તો સમજવું કે વડા નું ખીરું તૈયાર છે.જીરૂ, મીઠું,હીંગ નાખી હલાવી લો.

  3. 3

    મોટા બાઉલમાં હુંફાળા પાણી માં મીઠું હીંગ નાખી હલાવી લો.સાધારણ ગરમ તેલમાં મિડીયમ તાપે વડા તળી લો.

  4. 4

    તળેલા વડા ને હીંગ મીઠા ના પાણી માં ૧૦ મિનિટ સુધી પલાળી રાખો.પીરસતી વખતે પાણી નીતારી વડા પ્લેટ માં ગોઠવો.ઉપર સ્વાદાનુસાર ઠંડુ ગળ્યું દહીં, લીલી ચટણી,લાલ મીઠી ચટણી, બુંદી,દાડમ ના દાણા મુકો.

  5. 5

    છેલ્લે લાલ મરચું પાઉડર, જીરું પાઉડર,ચાટ મસાલા,સંચળ, મરી પાઉડર ભભરાવી ઠંડા ઠંડા દહીંવડા ની મઝા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes