વેજિટેબલ બિરયાની

Dipali Amin
Dipali Amin @cook_12176446
શેર કરો

ઘટકો

  1. ૧ ૧/૨ કપ ૩૦ મિનિટ પલાળેલા ચોખા
  2. '૧ મધ્યમ બટાકા સમારેલા
  3. '૧ ગાજર
  4. ૧/૨ કપ વટાણા
  5. '૧ મધ્યમ કાંદો સમારેલો
  6. ૧/૪ કપ લીલા ભોલર મરચા
  7. ૧ ચમચો વાટેલા આદુ-મરચા-લસણ
  8. સજાવા માટે કોથમીર
  9. થોડા પત્તા ફુદીનો
  10. ૧ ચમચી બિરયાની મસાલા
  11. ૨ કપ જરૂર મુજબ પાણી
  12. ૨ ચમચી તેલ/માખણ
  13. સજાવા માટે તળેલા કાજુ ને બદામ(વૈકલ્પિક)
  14. સૂકા મસાલા
  15. '૧ તમાલ પત્ર
  16. '૪-૫ લીલી એલચી
  17. '૧ જાવંત્રી નું ફૂલ
  18. ૧ સળી તજ
  19. '૪-૫ લવિંગ
  20. ૧/૨ ચમચી જીરું
  21. '૪-૫ મરી
  22. '૧ સૂકા લાલ મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૩૦ મિનિટ માટે ચોખા પલાળી લો. પછી પાણી નિતારી ને એક બાજુ મુકો.

  2. 2

    બધા શાક ને ફુદીના ને સમારી લો ને ભેળવી દો.

  3. 3

    બિરયાની બનાવ માટે

  4. 4

    કૂકર માં તેલ ગરમ મુકો.

  5. 5

    તેમાં મસાલા ઉમેરી ને સુગંધ આવે ત્યાં સુધી ૨ મિનિટ સાંતળી લો.

  6. 6

    તેમાં કાંદા ભૂરા રંગ ના થાય ત્યાં સુધી સાંતળી લો.

  7. 7

    તેમાં વાટેલા આદુ-મરચાં-લસણ ઉમેરી ને ૧-૨ મિનિટ સાંતળી લો.

  8. 8

    હવે બધા શાક ઉમેરી ને ૨-૩ મિનિટ માટે રાંધી લો.

  9. 9

    હવે તેમાં ફુદીનો ને બિરયાની મસાલો ઉમેરી લો

  10. 10

    .સ્વાદ મુજબ મીઠું ને પાણી ઉમેરો.

  11. 11

    પાણી ઉકળે એટલે તેમાં નીતારેલા ચોખા ઉમેરો. ને બરાબર ભેળવી દો.

  12. 12

    ઢાંકણું ઢાંકી ને ધીમા તાપે સીટી વગાડી લો.

  13. 13

    ઠંડુ થાય પછી કૂકર ખોલો.

  14. 14

    પીરસવા માટે તૈયાર છે.

  15. 15

    તળેલા કાજુ, બદામ ને કોથમીર થી સજાવી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Amin
Dipali Amin @cook_12176446
પર

ટિપ્પણીઓ

Similar Recipes