સારગવાના પાન ની દાળ ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
સારગવાના પાન ની દાળ ઢોકળી બનાવાની રીત;
સૌ પ્રથમ એક કુકરમાં તુવેરદાળ લઈને ત્રણ થી ચાર વાર સાફ પાણીથી ધોઈને નિતારી લો. - 2
તુવેરદાળ બાફતી વખતે તેમા મીઠું, હળદર, એક ટમેટું કાપીને નાંખો હવે તેમાં લીમડાના પાન નાંખો એક લીલું મરચું કાપીને આદું ખમણીને નાંખો હવે તુવેર ની દાળ માં પાણી નાખી ને બાફી લેવી. છ થી સાત વિશલમાં તો તુવેરદાળ સરસ બફાઈ જાય છે.
- 3
હવે તુવેરદાળ બફાઈ જાય પછી તેમાં હેન્ડ બ્લેન્ડર ફેરવીને એકરસ કરી લો હવે આદું,મરચું, લીંબડો, તેમજ ટમેટા દાળમાં સરસ મિક્સ થઈ જાય પછી દાળ બફાઈ જાય એટલે તેમાં જરૂર મુજબ પાણી નાખી ઉકાળવા દો.
- 4
હવે એક વાસણ માં ઘઉં નો લોટ લઇ તેમા મીઠું, હળદર, મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને તેલ નાખી ઢોકળી નો લોટ બાંધી લો અને હવે રોટલા વણી ચપ્પુથી કાપા પાડી ઢોકળી નાખી મીક્સ કરતા રહો.
- 5
દાળ ઢોકળી ઉકળી ગયા બાદ વઘાર કરવા માટે એક વાસણ માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થયા પછી વઘારમાં રાઈ નાંખો. રાઈ તતડી ગયા બાદ તેમાં તજ, લાલ મરચા તમાલ પત્ર હિંગ લાલ મરચું, બાદિયા અને મીઠો લીમડો, સમારેલા સારગવાના પાન દાળનાં વઘારમાં નાંખો. અને પછી આ વઘારને દાળમાં નાંખો
- 6
હવે દાળમાં સીંગદાણા નાંખો અને દાળમાં ઉભરો આવે એટલે ગોળ અને લીંબુનો રસ નાંખીને થોડી વાર દાળ ઉકળવા દો હવે એક પ્લેટ માં "સારગવાના પાન ની દાળ ઢોકળી" લઇ સર્વ કરો.
ધનેશ્વરી કિરણકુમાર જોશી...🌹
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રાજસ્થાની દાળ ઢોકળી
#goldenapron3#week8#ટ્રેડિશનલઆમાં મે ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે Daksha Bandhan Makwana -
-
-
-
-
વેજીટેબલ પેરી પેરી મસાલા ચાટ ઢોકળી vegetable peri peri masala chaat dhokli in gujarati language
#સુપરશેફ1#શાકએન્ડકરીસ#weak1#માઇઇબુક#પોસ્ટ8આજે મેં દાળ ઢોકળી ને નવું ટ્વિસ્ટ આપિયું છે અને તેમાં મેં પેરી પેરી મસાલા નો ઉપીયોગ કરીયો છે અને વેજીટેબલ અને ચાટ આઈટમ નાખી ને એક ડિફરન્ટ રેસિપી બનાવી છે અને આનો ટેસ્ટ માં ખૂબજ લાજવાબ લાગે છે તમે પણ આ રેસિપી જરૂર બનાવજો. અને તમારી ચોઈસ મુજબ તમે એમાં લવેજીટેબલ અને ચાટ નાખી શકો છો. Dhara Kiran Joshi -
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#CB1#Week1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#ગુજરાતીદાળ ઢોકળી એ તો ગુજરાતી ની પ્રિય થાળી ... અને સાથે ભાત, થેપલા અને ડુંગળી અને છાશ.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ