બાજરીના મસાલા રોટલા

Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો બાજરાનો લોટ
  2. ૨ ચમચી સમારેલી લીલી ડુંગળી
  3. ૧ નાની વાટકી સમારેલી મેથી ની ભાજી
  4. ચપટીહિંગ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૧/૪ ચમચી જીરૂ
  7. ૧/૪ ચમચી મરી પાવડર
  8. સ્વાદ મુજબ સમારેલુ લીલુ લસણ
  9. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં લોટ લઇ તેમાં મેથી ની ભાજી, ડુંગળી,લસણ,મીઠુ,જીરુ,હિંગ,મરી પાવડર, કોથમીર અને પાણી નાખી બધું બરાબર મિક્સ કરી લોટ બાંધી લો.

  2. 2

    લોટને મસળી લેવો લઈ રોટલો થાબડી તાવડીમાં શેકી લો.

  3. 3

    આ રીતે બીજા પણ બનાવી લો.તો તૈયાર છે બાજરીના મસાલા રોટલા

  4. 4

    આ રોટલા ખાલી દહી અને રાયતા મરચા સાથે પણ સારા લાગે છે.અને સાથે ઓળો હોય તો મજા પડી જાય મેં આ રોટલાને ઓળો, દહીં,માખણ,લીલી ડુંગળી અને રાઈવાળા મરચા સાથે પીરસ્યું છે. શિયાળાનું દેશી મેનુ રોટલા અને ઓળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219
પર

ટિપ્પણીઓ

Similar Recipes