પટિયાલા પનીર વિથ લછા પરાઠા

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧/૨ કલ્લાક
  1. ૧૦૦ ગા્મ પનીર
  2. ૨ વાટકી દહીં
  3. ૧ ચમચી ગરમ મસાલો
  4. ૨ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  5. ૧ નંગ ટામેટા ની કતરણ
  6. ૨ લીલા મરચા ની કતરણ
  7. ૪ ડુંગળી ની કતરણ
  8. ૧૦ નંગ કાજુ
  9. ૨ ચમચી લાલ મરચાં ની પેસ્ટ
  10. ૨ ચમચી લાલ મરચું
  11. ૨ ચમચી બટર
  12. ૧/૨ વાટકી તેલ
  13. મીઠું સ્વાદ પ્રમાણે નાખવુ
  14. પરાઠા માટે ની સામગ્રી મા
  15. ૧ વાટકી ઘ‌ઉ નો લોટ
  16. મોવણ માટે તેલ
  17. જરૂર પ્રમાણે પાણી
  18. મીઠું સ્વાદ અનુસાર નાખો

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલ્લાક
  1. 1

    પેહલા પનીર ના થોડા લમચોરસ પીસ કરી લો.એને કઢાઈમાં બટર નાંખીને ગેસ પર ગરમ કરવા મૂકો.ગરમ થાય એટલે તેમાં કાજુ ના ટુકડા નાખી ને સાંતળો.

  2. 2

    પછી ડુંગળી ની સ્લાઈસ અને લીલા મરચા ની કતરણ નાખી ને સાંતળો. ડુંગળી બ્રાઉન થાય એટલે તેમાં લાલ મરચાં ની પેસ્ટ નાખો.

  3. 3

    પછી તેમા થોડુ મીઠુ અને દહીં નાખી ને મિક્સ કરી લો થોડી વાર સીજાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો.ઠંડુ પડે એટલે મીક્ષરમાં પીસી ને એકદમ ચટણી જેવી પેસ્ટ બનાવી લો.

  4. 4

    હવે એક કડાઈમાં ૫થી૬ ચમચી તેલ નાખી ગેસ પર ગરમ કરવો.અને તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળો સંતળાઈ જાય એટલે તેમાં થોડું મીઠું અને પનીર ના ટુકડા નાખી થોડા શેકાવા દો.શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એક ડીશ માં કાઢી લો.

  5. 5

    હવે પનીર ની પટિયાલા સબ્જી બનાવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બનાવેલ પેસ્ટ ઉમેરીને શેકાવા દો.સરસ શેકાઈ જાય અને તેલ છુટું પડે એટલે તેમાં ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું.અને ટામેટા ની કતરણ નાખી ને મિક્સ કરી ને શેકાવા દો.

  6. 6

    ૫ મીનીટ પછી એક પ્લેટ માં કાઢી લો. તૈયાર છે પાટિયાલા પનીર સબ્જી.હવે લછા પરાઠા માટે ની સામગ્રી મા.ઘ‌ઉ નો લોટ, થોડું મીઠું, અને થોડુંક વધારે મોવણ નાખી ને પુરી જેવો લોટ બાંધી લો અને ૫ મીનીટ ઢાંકી દો.

  7. 7

    પછી પરાઠા બનાવે એટલો લુવો લ‌ઈ ને મોટી પાતળી રોટલી વણી લો.વણા‌ઈ જાય એટલે તેના પર તેલ ચોપડી ને લોટ ભભરાવો.

  8. 8

    પછી તેને સામસામે ની કીનારો છોડી વચ્ચે ચપ્પુ વડે પાતળા કાપા પાડી ડો.આખી રોટલી પર.કાપા પડી જાય એટલે સા‌ઈડ પરથી ધીરે-ધીરે ગોળ વાળી દો.

  9. 9

    વળી જાય એટલે તેના પર થોડું તેલ લગાવી ગોળ રાઉન્ડ કરી ને લુવો તૈયાર કરી લો.

  10. 10

    પછી તેને હાથ થી ધીરે ધીરે પે્સ કરી ને પરોઠો તૈયાર કરી લો.વેલણ ફરાવાથી લછછા નહિ પડે તેને હાથ થી બનાવવા.પછી એક તવી ગેસ પર ગરમ કરવા મૂકો અને પરોઠો નાખી દો

  11. 11

    બેઉ બાજુ શેકાઈ જાય એટલે તેલ અથવા બટર.નાખી બા્ઉન કલર ના શેકી લો.

  12. 12

    તો તૈયાર છે લછા પરાઠા.તેના એક એક લેયર પડ્યા છે.તો એક પ્લેટમાં પટિયાલા પનીર સબ્જી અને લછા પરાઠા ને સલાડ.છાશ, સાથે સર્વ કરો 🙏

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

Similar Recipes