બેંગોલી પીસ્તા મિષઠી દોહી

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

બેંગોલી પીસ્તા મિષઠી દોહી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
  1. ૫૦૦ગા્મ ફેટ વાળુ કાચુ દુધ
  2. ૨ વાટકી ખાંડ
  3. ૧/૨ વાટકી દહીં પાણી નિતારેલુ
  4. ૧/૨ વાટકી પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    પેહલા દહીં ને એક કાપડ મા બાધી ને તેનુ પાણી નિતારી લો અને એક તપેલીમાં એક વાટકી ખાંડ અને ૩ ચમચી પાણી નાખી ને ગેસ પર ઉકાળવા મુકો.

  2. 2

    ખાંડ ઓગળે એટલે તેને એકદમ બા્ઉન કલર ની ચાસણી તૈયાર કરો.

  3. 3

    બા્ઉન કલર ની થઈ જાય એટલે તેમાં થોડુ દુધ નાખી ને મિક્સ કરી લો.

  4. 4

    પછી મિક્સ થઈ જાય એટલે તેમાં બધુ દુધ અને ૧/૨ વાટકી ખાંડ નાખી ને મિક્સ કરી લો અને તેને ૧૫થી૨૦મીનીટ માટે ઉકાળવું જેથી તે એકદમ જાડુ થઈ જાય ‌

  5. 5

    દુધ ઉકળે ત્યાર સુધી નીતારેલા દહીં ને એક મોટા બાઉલમાં કાઢી ને એકદમ સોફ્ટ ચમચી થી મીક્સ કરી લો.

  6. 6

    હવે ઉકાળી ગયેલા દુધ ને દહીં માં નાખી ને મિક્સ કરી લો.

  7. 7

    પછી માટી ની કુલડીમાં નાખી દો.અને સિલ્વર ફોઈલ પેપર થી એકદમ ફીટ ઢાંકી દો.

  8. 8

    હવે કુલડી ને એકદમ જાડા રુમાલ અથવા નેપકીન થી કવર કરી લો ‌

  9. 9

    હવે નોનસ્ટિક ની ઉંડી કઢાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકો અને કાપડ સાથે કુલડી ને કઢાઈમાં મૂકી દો અને ૧ માટે ધીમા ગેસ પર બફાવા દો.

  10. 10

    અડધો કલાક પછી એકદમ સોફ્ટ દહીં જેવુ જામી ને તૈયાર થઈ જશે ‌

  11. 11

    પછી તેના પર પીસ્તા ની કતરણ અને ગુલાબ ની કટીંગ કરેલી પાંદડી થી ગાર્નિશ કરો અને ૧ કલાક ફિ્ઝ મા ઠંડુ થવા મૂકી દો ‌

  12. 12

    ઠંડુ થાય એટલે તેને સવૅ કરો ‌‌‌તૈયાર છે બેંગોલી મિષઠી દોહી જે સવૅ કરવામાં એકદમ સુપર્બ લાગે છે 😋🙏👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

ટિપ્પણીઓ

Similar Recipes