સેવ તૂરિયા નુ શાક

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ તુરિયા
  2. ૩-૪ ટી સ્પૂન તેલ
  3. 1 ટી સ્પૂનરાઈ
  4. ૧/૪ ટી સ્પૂન હિંગ
  5. 1ઝીણું સમારેલું ટમેટું
  6. ૪-૫ કળી વાટેલું લસણ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧/૪ ટી સ્પૂન હળદર
  9. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1 ટી સ્પૂનધાણાજીરુ પાઉડર
  11. ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  12. 1 ટી સ્પૂનગોળ
  13. 2 ટેબલસ્પૂનસમારેલી કોથમીર
  14. ૧/૪ કપ સેવ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તુરિયા ને ધોઈ તેની છાલ ઉતારી સમારી લો.

  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે હીંગ ઉમેરો. સમારેલું ટમેટું અને વાટેલું લસણ ઉમેરીને થોડીવાર સાંતળો.

  3. 3

    હવે તેમાં તુરિયા ઉમેરો. મીઠું અને હળદર ઉમેરીને મિક્સ કરો. થોડું પાણી ઉમેરીને ઢાંકીને ચઢવા દો.

  4. 4

    તુરિયા ચઢી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર ગરમ મસાલો, ગોળ અને સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરો. ૨-૩ મિનિટ સુધી થવા દો.

  5. 5

    છેલ્લે તેમાં સેવ ઉમેરો. તૈયાર છે સ્વાદિષ્ટ સેવ તુરિયા નુ શાક. રોટલી,પરાઠા અથવા ભાખરી સાથે પરોસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Modi
Purvi Modi @PurviModi_1105
પર
Ahmedabad
I am house queen and love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes