ચોકો લાવા કેક(Choco Lava cake recipe in Gujarati)

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#goldenapron3
Week18
Biscuit

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  1. 1બ્રીટાનીયા બીસ્કીટ નું પેકેટ
  2. ૩ ચમચીકોકો પાઉડર
  3. 2મોટો કપ દૂધ
  4. 1ઈનોનું બ્લુ કલર નું પેકેટ (ફ્લેવર વગરનું)
  5. 5 ચમચીખાંડ
  6. 1 ચમચીઘી અથવા બટર
  7. 1 કપચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બ્રીટાનીયા બીસ્કીટ ના ટુકડા કરીને મિક્સરમાં તેનો પાઉડર બનાવી લો આ પાવડરને બાઉલમાં કાઢી તેમાં કોકો પાઉડર અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો

  2. 2

    હવે તેમાં જોઈતા પ્રમાણમાં ધીરે ધીરે કરીને દૂધ એડ કરીને હલાવતા રહો ગઠ્ઠા ન પડી જાય તેનું ધ્યાન રાખો અંદરની રહેલી ખાંડ ઓગળી અને બધું મિશ્રણ એક સરખું થાય તે રીતે હલાવતા રહો હવે એક કૂકરમાં નીચે મીઠું અથવા રેતી પાથરી તેની ઉપર સ્ટેન્ડ મૂકી કેકના મોલ્ડને ઘી અથવા બટર થી ગ્રીસ કરી પ્રી હીટ કરવા મૂકો

  3. 3

    હવે બનાવેલા કેક ના બેટર માં સાદા ઈના નું પેકેટ નાખી એક તરફ હલાવતા રહો હવે આ બેટર ને કેક મોલ્ડમાં નાખી

  4. 4

    કુકરમાંથી રીંગ અને સીટી કાઢીને કુકર બંધ કરી બેક કરો 40 મિનિટ બાદ કુકર ખોલી અંદર ટુથપીક નાખીને ચેક કરો જો ખીરુ ટૂથપીક પરના ચોટે તો સમજી લો કેક થઈ ગઈ છે થોડીવાર મોલ્ડ ને બહાર કાઢીને ઠંડો પડે પછી તેને અન મોલ્ડ કરો હવે કેકની ઉપર ચોકલેટ સીરપ રેડો અને સુંદર રીતે ગાર્નિશ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર

Similar Recipes