શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામકારેલાં
  2. ૧ નાની ચમચીમીઠું
  3. સ્ટફિંગ માટે
  4. ૧/૨ કપક્રશ કરેલા ગાંઠિયા
  5. ૨ ચમચીસીંગ ક્રશ કરેલી
  6. ૧ ચમચીલસણની પેસ્ટ
  7. ૧ ચમચીતલ
  8. ૧.૧/૨ ચમચી તેલ
  9. ૨ ચમચીશેકેલો ચણાનો લોટ
  10. ૧ ચમચીમરચું પાઉડર
  11. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  12. ૧/૨ ચમચીહળદર પાઉડર
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧/૪ કપગોળ
  15. ચપટીહિંગ
  16. ૧ ચમચીઅજમો
  17. લીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કારેલાં ધોઈ તેની છાલ ઉતારી તેમાંથી બી કાઢી તેને મીઠું લગાડી ૧/૨ કલાક મૂકી રાખો.

  2. 2

    હવે એક વાસણમાં સ્ટફિંગ માટેની બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.કારેલા ને ધોઈ લો.તેમા તૈયાર કરેલ સ્ટફિંગ ભરી લો.ત્યાર બાદ તેને આ રીતે ૧૫ મિનિટ બાફવા માટે મૂકી દો.હવે બીજા વાસણમાં તેલ ગરમ કરો અને બાફેલા કારેલાં ને ધીમે ધીમે સાંતળો.વારે વારે ફેરવીને જોઈ લેવું.૧૦-૧૫ મિનિટ થશે.હવે વધારાનું સ્ટફિંગ હોય તે નાખી ધીમે-ધીમે મિક્સ કરો.૩-૪ ચમચી જેટલું પાણી નાખીને થોડીવાર થવા દો.

  3. 3

    લીલા ધાણા નાખીને સર્વ કરો.તૈયાર છે સ્ટફ કારેલાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes