મસાલા જુવાર ભાખરી (masala jawar bhakhri recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#સુપરશેફ3
જુવાર- બાજરી રોટલો ખાવા માં ખૂબ જ પૌષ્ટિક હોય છે. પચવામાં હલકું હોય છે. વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસ હોય ,આરામ થી ખાઈ શકે છે. ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા જ કંઇક અલગ છે.

મસાલા જુવાર ભાખરી (masala jawar bhakhri recipe in Gujarati)

#સુપરશેફ3
જુવાર- બાજરી રોટલો ખાવા માં ખૂબ જ પૌષ્ટિક હોય છે. પચવામાં હલકું હોય છે. વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસ હોય ,આરામ થી ખાઈ શકે છે. ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા જ કંઇક અલગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1વાટકો જુવાર નો લોટ
  2. 3/4વાટકો બાજરા નો લોટ
  3. 2 ચમચીઘઉં નો લોટ
  4. 1 નંગનાની ડુંગળી
  5. 1 નંગનાનું ગાજર
  6. 1 નંગતીખું મરચું
  7. 6કળી લસણ
  8. 3 ચમચીકોથમીર
  9. મીઠું પ્રમાણસર
  10. ચપટીમરી નો ભૂકો
  11. 1/2નાની ચમચી હળદર
  12. 1/2નાની ચમચી લાલ મરચું
  13. 3 ચમચીઘી શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા જ શાકભાજી ધોઈ સાફ કરી ઝીણા સુધારો. ત્રણેય લોટ ભેગા કરી અંદર ઝીણા સમારેલા શાકભાજી, મીઠું, કોથમીર,મરી મિક્સ કરી પાણી ઉમેરો..લોટ બાંધવો...5 મિનિટ રાખવો.

  2. 2

    લૂઆ બનાવી હથેળી માં જરા અટામણ લઈ હાથે થી થેપી ભાખરી બનાવી....કાપા પાડીને...તવા પર ઘી લગાવી ડટ્ટા ની મદદ થી...

  3. 3

    બંને બાજુ ગુલાબી કલર ની શેકવી..ગરમાગરમ ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes