પોટેટો સેન્ડવિચ ભજીયા (potato sandwich bhajiya recipe in gujarat

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

#GA4
#week1
વરસાદ ની સિઝન એટલે ભજીયા ખાવાની સિઝન, ગુજરાતીઓ ને ભજીયા અતિ પ્રિય. ગામડે કોઈ પણ મહેમાન આવે એટલે પહેલી પસંદ તો ભજીયા ને જ આપવા માં આવે છે। અને એમાં પણ જો બટેટા ના ભરેલા ખાવા મળે તો મજા આવી જાય,ભજીયા એ એક સ્ટ્રીટ ફૂડ (શેરીએ વેચાતો નાસ્તો) છે. જે કોઈ પણ શહેર માં અલગ અલગ ભાગ માં (દર એક શેરીએ) વેચાતો જોવા મળે છે। જો જાણો બહાર જેવા જ સ્વાદિષ્ટ ભજીયા ઘરે બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 4 વ્યક્તિ માટ
  1. 4મોટા બટેકા
  2. 200 ગ્રામચણાનો લોટ
  3. તેલ તળવા માટે
  4. મીઠું સ્‍વાદ અનુસાર
  5. 1/2લીંબુ
  6. પિંચ ખાંડ
  7. 1/2 ચમચીસાજી ના ફુલ
  8. લસણની ચટણી માટે
  9. 15 નંગલસણ ની કળી
  10. 1 ટુકડોઆદુ
  11. 1 ચમચીલાલ મરચાનો પાઉડર
  12. 23 લીલા મરચા
  13. 1 ચમચીમીઠુ
  14. 1લીંબુનો રસ
  15. 1 ચમચીગરમ મસાલો
  16. 2 ચમચીધાણા જીરુ
  17. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચટણી માટેની બધી સામગ્રીને ભેગી કરી ચટણી બનાવી લો. ત્યાર બાદ તેને ખાંડી લો.પેસ્ટ તૈયાર કરો. હવે ચટણી રેડી

  2. 2

    બટેકાની છાલ ઉતારી થોડી જડી સ્‍લાઇડ કરો. પછી તેને વરાળ મા બાફો (80% જ કુક કરવા)

  3. 3

    બટેકાની એક સ્‍લાઇડ લઇ તેના પર તૈયાર લસણની ચટણી લગાવો. ઉપરથી બીજી સ્‍લાઇડ લગાવો. આ રીતે બધી સ્‍લાઇડ તૈયાર કરો. 

  4. 4

    ચણાના લોટમાં સ્‍વાદ પ્રમાણે મીઠું સાજી ના ફુલ ખાંડ અને લીંબુ એડ કરો અને જરૂરી પાણી નાખી ભજીયાનું ખીરૂ તૈયાર કરો.

  5. 5

    કઢાઇમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્‍યારે તૈયાર બટેકાની સ્‍લાઇડને ચણાના ખીરામાં ડુબાડીને તેના ભજીયા બનાવો. તૈયાર ભજીયા ખજુરની લીલી અને લાલ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes