ગુજરાતી ખાટા ઢોકળા (Khatta Dhokla Recipe In Guajarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
છ વ્યક્તિ માટે
  1. ૩ વાટકીચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 1 વાટકીચણાની દાળ
  4. જરૂરિયાત મુજબદહીં
  5. 1 ચમચી લસણની ખાંડેલી ચટણી
  6. સ્વાદાનુસારમીઠું
  7. જરૂરિયાત મુજબસાજીના ફૂલ
  8. ચપટી હિંગ
  9. જરૂરિયાત મુજબતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ૩ વાટકી ચોખા લો. તેને બરાબર ધોઈ નાખો. ત્યારબાદ એક વાટકી અડદની દાળ તેને પણ બરાબર ધોઈ નાખો. ત્યારબાદ ચણા ની દાળ ને બરાબર ધોઈ નાખો. ત્યારબાદ તેને મિક્સરમાં સરસ રીતે પીસી લો. તેની અંદર થોડું થોડું દહીં ઉમેરતા જાવ. અને બરાબર ખીરું તૈયાર કરો.

  2. 2

    બનાવેલ મિશ્રણને સાતથી આઠ કલાક રહેવા દો. ત્યારબાદ તેમાં એકદમ આથો આવી જશે.

  3. 3

    હવે આ બની ગયેલા મિશ્રણ ની અંદર થોડી હિંગ અને થોડું તેલ ઉમેરો. ત્યારબાદ તેમાં એક વાટકીમાં ગરમ કરેલા સાજીના ફૂલ થોડું પાણી નાખીને ઉમેરો.

  4. 4

    તેનાથી ખૂબ જ સરસ બેટર તૈયાર થઈ જશે. એકદમ મિશ્રણ ફુલાય જશે. ત્યારબાદ ઢોકળાની થાળીમાં તેલ લગાવો. તૈયાર કરેલું મિશ્રણ તેમાં પાથરો.

  5. 5

    બનાવેલા મિશ્રણ ઢોકળાની થાળીમાં પાથરી તેના ઉપર લસણની ચટણી ભભરાવો. ત્યારબાદ ઢાંકણ ઢાંકી 15 મિનિટ રહેવા દો. આ રીતે તૈયાર થઈ જશે ગુજરાતી અને સ્પેશ્યલ ખાટીયા ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર

ટિપ્પણીઓ

Similar Recipes