દાળ-પાલક (Dal Palak Recipe In Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 ઝૂડી પાલક
  2. 1 ચમચો મગની મોગર દાળ
  3. 10-15કળી લસણ ઝીણું સમારેલું
  4. 2 મોટા ચમચાતેલ
  5. 1/2 ચમચી મરચું
  6. 1/4 ચમચી હળદર
  7. 1/2 ચમચી ધાણાજીરૂ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1/4 ચમચી હિંગ
  10. 1/2 કપ પાણી
  11. 1/4 ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાલકની ભાજીને એકદમ ઝીણી સુધારી નાખી 2 થી 3 પાણીથી ધોઈ અને જાળામાં નીતારી લેવી

  2. 2

    મગની મોગર દાળ ને એક કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી લેવી. દાળ ફૂલી જાય પછી તેનુ પાણી નિતારી લેવું

  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય પછી લસણ નાખો. હીંગ અને હળદર નાખી ભાજી નો વઘાર કરો. પલાળેલી દાળ પણ એડ કરો.

  4. 4

    તેને હલાવી અને ઢાંકી દો ઉપર ઢાંકણા ઉપર પાણી મૂકી સીઝવા દો

  5. 5

    થોડીવાર ચઢે પછી ઉપરનું ઢાંકણું ખોલી ભાજી હલાવવી અને થોડું મીઠું એડ કરવું. ઉપર મૂકેલું પાણી ભાજીમાં રેડી દેવું.

  6. 6

    થોડી થોડી વારે ચેક કરવું દાળ અને ભાજી ચડી જાય પછી તેમાં લાલ મરચું અને ધાણાજીરું એડ કરવું.

  7. 7

    તેમાં ખાંડ ઉમેરવી. બધું સરસ મિક્સ કરી અને થોડી વાર ચઢવા દેવું.

  8. 8

    તેમાંથી તેલ બહાર આવી જાય એટલુ ચડવા દેવું. મસ્ત ટેસ્ટી દાલ પાલક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes