પાકા કેળાનુ શાક (Ripe Banana Sabji Recipe In Gujarati)

Nisha
Nisha @nisha_sangani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગપાકા કેળા
  2. 2 ચમચી તેલ વઘાર માટે
  3. 1/2 ચમચી જીરૂ
  4. 1/4 ચમચી હિંગ
  5. 7-8 મીઠા લીમડા ના પાન
  6. 1ઝીણું સમારેલું લીલું મરચું
  7. ૩-૪કળી વાટેલું લસણ
  8. 1ઝીણું સમારેલું ટમેટું
  9. 1/4 ચમચી હળદર
  10. 1 ચમચીમીઠું
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1/2 ચમચી ખાંડ
  14. જરૂર મુજબ કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બે નંગ પાકા કેળા લઈ તેની છાલ ઉતારી તેને ગોળ સમારી લેવા

  2. 2

    લસણને વાટી લેવું લીલું મરચું અને ટામેટાને ઝીણા સમારી લેવું

  3. 3

    એક પેનમાં તેલ મૂકી જીરુ લીમડાના પાન લીલા મરચાં અને હિંગ નો વઘાર કરવો ત્યાર પછી તેમાં વાટેલું લસણ નાખવું પછી તેમાં સમારેલા ટામેટા નાખવા

  4. 4

    ત્યાર પછી તેમાં મીઠું હળદર અને ખાંડ નાંખીને મિક્સ કરવું ત્યાર પછી તેમાં સમારેલા પાકા કેળા નાખવા

  5. 5

    તેમાં અડધો ગ્લાસ પાણી નાંખી મિક્સ કરવું કેળાને થોડી વાર ચઢવા દેવા ત્યાર પછી તેમાં લાલ મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર નાખો

  6. 6

    મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો છેલ્લે તેમાં કોથમીર નાખવી તૈયાર છે પાકા કેળાનુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes