પાકા કેળા નું શાક..(Ripe Banana Sabji Recipe in Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ માટે
  1. ૨ નંગપાકા કેળા (કટકા કરી લેવા)
  2. ટમેટું ક્રસ કરેલું
  3. આદુ નો કટકો
  4. લીલું મરચું
  5. મીઠા લીમડા ના પાન
  6. ૨ ચમચીમાંડવી ના બી ખાંડેલા
  7. ૨ ચમચીતેલ
  8. ૧/૨ ચમચી જીરૂ
  9. ૧/૨ ચમચી હિંગ
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  12. ૧/૨ ચમચી ધાણજીરૂ
  13. સ્વાદ અનુસારમીઠું
  14. ૧ વાટકીપાણી
  15. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર લોયા માં તેલ ગરમ કરવું....પછી તેમાં જીરું,હિંગ,લીમડો, લીલું મરચું ઉમેરીને માંડવિં ના બી ઉમેરવા...થોડા લાલ થાય એટલે આદુ અને ટમેટું ઉમેરવું..

  2. 2

    પછી તેમાં મસાલા એડ કરવા જેમકે, હળદર, લાલ મરચું પાઉડર, ધનાજીરૂ અને મીઠું ઉમેરી થોડું પાણી એડ કરી બધા મસાલા પકવવા...

  3. 3

    પછી તેમાં તેલ ઉપર આવે એટલે કેળા ઉમેરવા...અને બધું મિક્સ કરી પાણી એડ કરવું અને પાકવા દેવું...૪ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો...તો તૈયાર છે.. પાકા કેળાનું સાક...

  4. 4

    ઉપરથી તેમાં કોથમીર ઉમેરી અને સર્વ કરવું...મે તેને સાબુદાણાની વેફર અને રજગરા ની પૂરી સાથે સર્વ કર્યું છે...😋

  5. 5

    આ સાક તમે ફરાળ માં પણ લઈ શકો છો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
પર
Rajkot

Similar Recipes