રવા ઉપમા(Rava Upma Recipe in Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ વાટકીરવો
  2. ટમેટું સમારેલું
  3. ડુંગળી સમારેલી
  4. લીલા મરચા સમારેલા
  5. ગાજર સમારેલું
  6. ૧ ચમચીશીંગદાણા
  7. ૧ ચમચીચીલી ફ્લૅક્સ
  8. ૧ ચમચીકિસમિસ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૪-૫ ચમચી તેલ
  11. ૧/૨ ચમચીરાઈ
  12. ૧/૨ ચમચીજીરું
  13. ચપટીહિંગ
  14. મીઠાં લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નોનસ્ટિક કડાઈ માં ૧ વાટકી રવો લઇ તેને ૫ થી ૭ મિનિટ માટે શેકી લો. બીજી બાજુ ગાજર ને બાફવા મૂકી દો.

  2. 2

    હવે રવો શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટ માં કાઢી લો.

  3. 3

    ત્યારબાદ પેન માં ૫ થી ૬ ચમચી તેલ લો. તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરો. ત્યારબાદ મીઠો લીમડો અને શીંગદાણા નાખી બરાબર ફ્રાય કરી લો.

  4. 4

    હવે તેમાં ડુંગળી, ટમેટું, અને મરચા નાખી થોડી વાર ચડવા દો. ત્યારબાદ તેમાં બાફેલુ ગાજર ઉમેરો. બધું બરાબર મિક્સ કરી ૨ મિનિટ થવા દો.

  5. 5

    હવે તેમાં ૩ થી ૩.૫ ગ્લાસ પાણી ઉમેરો. તેમાં સ્વાદ અનુસાર મીઠું, કિસમિસ અને ચીલી ફ્લૅક્સ ઉમેરો. હવે બરાબર હલાવી ૫ મિનિટ માટે પાણી ઉકાળવા દો.

  6. 6

    પાણી ઉકળી ગયા બાદ તેમાં ધીમે ધીમે સેકેલો રવો ઉમેરતા જાવ, સાથે હલાવતા રહેવું. (ધ્યાન રાખવું કે વચ્ચે ગાંઠા નો રહે એ રીતે.)

  7. 7

    ત્યારબાદ બધું હલાવી દહીં ને ઢાંકણ ઢાંકી ૫ મિનિટ માટે ઉપમા ને થવા દેવી. (ગેસ એકદમ સ્લો રાખવો.)

  8. 8

    તો તૈયાર છે આપણી રવા ઉપમા. હવે તમે પ્લેટ માં કાઢી ગરમ ગરમ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

Similar Recipes