ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા 500 ગ્રામ ટામેટાં લો.તેને વચ્ચેથી ને એક કટ લગાવીને બે ભાગમાં કાપી લો. પછી કૂકરમાં ટામેટાં નાખો. અને ટામેટાં ડૂબે એટલું પાણી ઉમેરો. 1 ચમચી મીઠું નાખો અને 4 થી 5 સિટી કરી લો. ટામેટાં બફાઈ જાય અને કુકરમાંથી હવા નીકળી જાય પછી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો. ટામેટાં બ્લેન્ડ થઈ ગયા પછી એક મોટા ગરણાથી ગાળી લો. એટલે ટામેટાની છાલ વાળું વધારાનો ભાગ છે નીકળી જાય.
- 2
નીચે ફોટા માં બતાવ્યા પ્રમાણે ના બધા મસાલા તૈયાર કરી લો.હવે તપેલી લો.તેમાં ઘી અને તેલ મિક્સ કરીને ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.રાઈ ફૂટી જાય પછી જીરું નાખો.જીરુ બ્રાઉન કલરનું થઈ જાય પછી હિંગ નાખો.
- 3
આટલો વઘાર સારી રીતે પાકી જાય પછી તેમાં તજ -લવિંગ અને બાદિયા ઉમેરો. તેને 30 સેકન્ડ સુધી થવા દો.પછી તેમાં ટામેટાં નુ ગાળેલું સૂપ ઉમેરો.
- 4
હવે થોડુંક ગરમ થાય અને બબલ્સ આવા લાગે એટલે તેમાં મસાલા કરી લો. તેમાં હળદર, લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,મેગી મસાલો, ખાંડ અને જો જરૂર હોય તો મીઠું ઉમેરો.દસ મિનિટ સુધી તેને ઉકળવા દો. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો. ઉપર થી કોથમીર નાખી ગાર્નિશિંગ કરો. આપણે ઘરમાં બ્રેડ હોય તેને તળીને તેની સાથે સર્વિંગ કરવામાં આવે છે. તૈયાર છે સૌને ભાવે એવું ટોમેટો સૂપ. તે જમવા બેસીએ તે પહેલા પીવાથી આપણી ભૂખ ઊઘડે છે જેથી આપણે વધારે સારી રીતે અને સારુ જમી શકીએ છીએ.તે આપણા શરીર માટે ખૂબ હેલ્ધી છે.
- 5
તેને ગરમાગરમ પીવાથી એની મજા ખૂબ અલગ જ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારું લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup(qlue)શિયાળા દરમિયાન આ સૂપ બધા ના ઘરમાં બનતું જ હશે...શિયાળા માં ટામેટાં ખૂબ જ સારા મળે છે અમારા ઘરમાં બધા નું ફેવરિટ સૂપ છે અમારે ત્યાં સૂપ ને ટોસ્ટ સાથે સર્વ કરાય છે.. Mayuri Unadkat -
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#MBR9#week9 શિયાળા માં ટામેટાં તંદુરસ્તી માટે ખૂબ ઉત્તમ છે.જેનું સૂપ શરીર ને ગરમી તો આપે જ છે અને ભૂખ પણ ઉધાડે છે. અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)