કાટલાં પાક(Katlu recipe in Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામ ઘી
  2. 500 ગ્રામ ઘઉં નો જાડો લોટ
  3. 75 ગ્રામ ગુંદર
  4. 50 ગ્રામ સૂંઠ -ગંઠોળા પાઉડર
  5. 100 ગ્રામ કાટલું પાઉડર
  6. 400 ગ્રામ ગોળ
  7. 200 ગ્રામ કાજુ બદામ
  8. 100 ગ્રામ સૂકા કોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં ઘી મૂકી લોટ નાંખી લાઈટ બ્રાઉન શેકી લો

  2. 2

    પછી તેમાં ગુંદર નાંખી શેકી લો ગુંદર ફુલાઈ ને ઉપર આવે ત્યાં સુધી શેકી ગેસ બંધ કરી દો

  3. 3

    પછી તેમાં સૂંઠ - ગંઠોળા પાઉડર, કાટલું પાઉડર, ગોળ નાંખી મીક્સ કરી લો સૂકા કોપરા નું છીણ, કાજુ, બદામ નાંખી મીક્સ કરો

  4. 4

    હવે ઘી થી ગ્રીસ કરેલ પ્લેટ માં પાથરી ઉપર સૂકા કોપરા નું છીણ, કાજુ, બદામ ભભરાવી દો

  5. 5

    પછી વાટકી ની પાછળ ઘી લગાવી દબાવી ને બધું સરખું લગાવી દો

  6. 6

    થોડું ઠંડુ થાય પછી તેના કાપા પાડી દો અને ઠંડુ થવા દો

  7. 7

    એકદમ ઠંડુ થઇ જાય એટલે પીસ કાઢી પ્લેટ માં ગોઠવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર

Similar Recipes