સીંગની ચીક્કી ::: (peanuts Chikki ni recipe in Gujarati)

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત
શેર કરો

ઘટકો

૧૫ - ૨૦ મિનિટ
---------
  1. 500 ગ્રામશેકેલા મોળા સીંગદાણા
  2. 500 ગ્રામચીક્કી નો ગોળ
  3. 1 ચમચીઘી
  4. 1 ચમચીપાણી
  5. 1/2 વાડકીસૂકા કોપરાનું ખમણ

રાંધવાની સૂચનાઓ

૧૫ - ૨૦ મિનિટ
  1. 1

    એક વાડકામાં એક ચમચી પાણી નાખી તેમા ગોળ નાખી પીગળે એટલે પાયો તૈયાર કરવો

  2. 2

    પાયો ચેક કરવા એક વાટકી મા પાણી લઈ તેમા ગોળના બે ત્રણ ટીંપા નાખી ચેક કરવુ જો એ ટીંપા ક્રન્ચી હોય તો આપણો ચીક્કી માટે નો પાયો તૈયાર છે પછી તેમા છોતરા કાઢી અને એક ના બે ફાડચા કરેલા સીંગદાણા નાખી ને બરાબર મિકસ કરવુ,

  3. 3

    પછી ગ્રીસ કરેલા પ્લાસ્ટિક પર કાઢી અને પાથરીને વણી લેવુ, તેના પર કોપરું ભભરાવવું

  4. 4

    પછી તરત કાપા પાડી ઠંડુ પડે એટલે તેના ટુકડા કરી ડબ્બા મા ભરી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
વિદ્યા હલવાવાલા
પર
સુરત

Similar Recipes