બીન્સ સબ્જી (French Beans Sabji Recipe in Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

બીન્સ સબ્જી (French Beans Sabji Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ ફણસી
  2. 50 ગ્રામવટાણા
  3. આદુ-લસણની પેસ્ટ
  4. ૨-૩લીલા મરચા સુધારેલા
  5. 1/4 ચમચી હળદર
  6. 1/2ચમચી ધાણાજીરૂ
  7. 1/2ચમચી ખાંડ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 મોટો ચમચોતેલ
  10. 1નાનું ટામેટું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફણસીને ઝીણી ઝીણી સુધારી લેવી. એક કડાઈમાં તેલ મૂકવુ. તેલ આવી જાય એટલે તેમાં લીલા મરચાં નાખવા જીરું અને આદુ-લસણ ની પેસ્ટ નાખી અને ફણસી નો વઘાર કરવો.

  2. 2

    તેમાં ચપટી હળદર નાંખવી ફણસી અને વટાણા નાખી હલાવી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને ઢાંકી દેવું. ઉપરથી થોડું પાણી મૂકવું જેથી કરીને બધું સરસ ચડી જાય.

  3. 3

    પાંચ-દસ મિનીટ પછી ચેક કરવું જો ચડી ગયું હોય તો તેમાં ધાણા જીરુ અને ખાંડ ઉમેરી તેમાં 1 ઝીણું સમારેલું ટામેટું પણ ઉમેરવુ.

  4. 4

    ટામેટુ થોડી વાર ચડવા દેવું બધું તેલ બહાર આવી જાય એટલે શાક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes