પાલક ક્રિસ્પી રોલ (Palak Crispy Rolls Recipe in Gujarati)

Viday Shah
Viday Shah @cook_27657167
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ મીનીટ
૨લોકો માટે
  1. ૩૫૦ ગ્રામ પાલક ની ભાજી ના મોટા પાન
  2. ૩ ચમચીચોખાનો લોટ
  3. ૨ ચમચીચણાનો લોટ
  4. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. ૧ચમચી લાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  7. ૧/૨ ચમચીહળદર પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ચમચીખાંડ
  10. ચપટીબેકિંગ સોડા
  11. ખીરૃ બનાવવા માટે
  12. ૪ ચમચીચોખા નો લોટ
  13. ૧ ચમચીચણાનો લોટ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ૧/૨ ચમચીલાલ મરચું
  16. ૧/૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  17. ૧ ચમચીધોઈને ઝીણા સમારેલા ધાણા
  18. ચપટીબેકિંગ સોડા
  19. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૬૦ મીનીટ
  1. 1

    પહેલા પાલક ની ભાજી ધોઈ ને કોરી કરી લો. આને તેના મોટા પાન દાંડી કાપી ને લઈ લો.હવે એક પહોળા વાસણમાં ચણાનો લોટ અને ચોખા નો લોટ લઈ તેમાં બધા મસાલા મીક્સ કરો લો.અને પાણી ઉમેરી તેમાં થીં પાના પર ચોપડી શકાય તેવું ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે પાલક ના પાન લઇ લોટ ચોપડી ને તેના રોલ વાળી દો. અને તેને ૧૦ મીનીટ માટે વરાળ થી બાફી લો

  3. 3

    હવે રોલ તળવા માટે ખિરુ બનાવી લો.તેના માટે એક તપેલીમાં ચોખા નો લોટ અને ચણાનો લોટ લઈ લો.તેમા મીઠું લાલ મરચું, આદુ મરચાં ની પેસ્ટ, ઝીણા સમારેલા ધાણા નાખીને ભજીયા કરતા થોડું પાતળું ખીરું તૈયાર કરવું.બાફેલા પાલક ના રોલ ખીરા બોળી ને તળવા.ગેસ મીડીયમ રાખવો. હવે આપણા પાલક ના ક્રિસ્પી રોલ સર્વ કરવા માટે તૈયાર છે.તો તેને ટામેટા સોસ સાથે અથવા ટામેટા ની ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Viday Shah
Viday Shah @cook_27657167
પર

ટિપ્પણીઓ

Similar Recipes