થાઈ સ્વીટ ચીલી સૉસ (Thai Sweet Chili Sauce Recipe In Gujarati)

થાઈ ભાષામાં નામ ચીમ કાય તરીકે ઓળખાતો આ એશિયન સૉસ છે જે થાઈ, અફઘાની, મલેશિયન અને પશ્ચિમની ભોજન શૈલીમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સૉસ સામાન્ય રીતે લાલ મરચાં, લસણ, રાઈસ વિનેગર અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફ્રેશ લાલ મરચાં ના ઉપયોગથી આ સોસને ખુબ જ સરસ રંગ અને સ્વાદ મળે છે પણ ફ્રેશ લાલ મરચાની અવેજીમાં સૂકા લાલ મરચાં પણ વાપરી શકાય. મીઠો, તીખો અને ખાટો એવો આ સોસ એક લોકપ્રિય ડીપ છે જે નુડલ્સ, સ્ટર ફ્રાય, રૅપ, સલાડ ડ્રેસિંગ માં અથવા તો ક્રન્ચી સ્ટાર્ટર સાથે પીરસી શકાય. ઘરે બનાવેલા સ્વીટ ચીલી સૉસ નો સ્વાદ બહાર થી ખરીદવામાં આવતા સૉસ કરતા એકદમ અલગ પડે છે અને ઘરે બનાવવા થી આપણે ખાંડ અને તીખાશ નું પ્રમાણ આપણી પસંદગી પ્રમાણે રાખી શકીએ છીએ તેમ જ ખર્ચ ની દ્રષ્ટિ એ પણ ફાયદાકારક રહે છે.
થાઈ સ્વીટ ચીલી સૉસ (Thai Sweet Chili Sauce Recipe In Gujarati)
થાઈ ભાષામાં નામ ચીમ કાય તરીકે ઓળખાતો આ એશિયન સૉસ છે જે થાઈ, અફઘાની, મલેશિયન અને પશ્ચિમની ભોજન શૈલીમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સૉસ સામાન્ય રીતે લાલ મરચાં, લસણ, રાઈસ વિનેગર અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફ્રેશ લાલ મરચાં ના ઉપયોગથી આ સોસને ખુબ જ સરસ રંગ અને સ્વાદ મળે છે પણ ફ્રેશ લાલ મરચાની અવેજીમાં સૂકા લાલ મરચાં પણ વાપરી શકાય. મીઠો, તીખો અને ખાટો એવો આ સોસ એક લોકપ્રિય ડીપ છે જે નુડલ્સ, સ્ટર ફ્રાય, રૅપ, સલાડ ડ્રેસિંગ માં અથવા તો ક્રન્ચી સ્ટાર્ટર સાથે પીરસી શકાય. ઘરે બનાવેલા સ્વીટ ચીલી સૉસ નો સ્વાદ બહાર થી ખરીદવામાં આવતા સૉસ કરતા એકદમ અલગ પડે છે અને ઘરે બનાવવા થી આપણે ખાંડ અને તીખાશ નું પ્રમાણ આપણી પસંદગી પ્રમાણે રાખી શકીએ છીએ તેમ જ ખર્ચ ની દ્રષ્ટિ એ પણ ફાયદાકારક રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાને ધોઈને કોરા કરી લેવા, ત્યારબાદ મરચાને ચોપર માં બારીક ચોપ કરી લેવા અથવા તો મિક્સરમાં અધકચરા વાટી શકાય. ફ્રેશ લાલ મરચા ના બદલે ચીલી ફ્લેક્સ પણ વાપરી શકાય
- 2
હવે એક પેનમાં લાલ મરચાં, લસણ, વિનેગર, પાણી, ખાંડ અને મીઠું ઉમેરીને બધું મીડીયમ તાપ પર ગરમ થવા માટે મૂકવું. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.
- 3
એક વાડકીમાં કોર્ન ફ્લોર અને પાણી મિક્સ કરીને સ્લરી બનાવી લેવી. મરચા નું મિશ્રણ ઉકળવા માંડે એટલે તેમાં તૈયાર કરેલી સ્લરી ઉમેરીને બરાબર હલાવી લેવું. મીડીયમ તાપ પર સતત હલાવતા રહેવું જેથી કરીને સૉસ માં ગઠ્ઠા પડી ના જાય.
- 4
10 થી 12 મિનિટમાં સૉસ થોડો જાડો થઈ જાય એટલે ગેસ બંધ કરીને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દેવો. ઠંડો થયા પછી સૉસ વધારે જાડો થાય છે.
- 5
ઠંડા થયેલા સૉસ ને કાચની બરણી અથવા તો એરટાઈટ કન્ટેનરમાં ભરી ને રેફ્રિજરેટરમાં ચાર અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય.
- 6
સ્વીટ ચીલી સૉસ ડીપ તરીકે ક્રન્ચી સ્ટાર્ટર સાથે અથવા તો નૂડલ્સ, સ્ટર ફ્રાય, રૅપ કે સલાડ ડ્રેસિંગ માં પણ વાપરી શકાય.
Similar Recipes
-
થાઇ રાઈસ સ્ટીક નુડલ્સ (Thai Rice Stick Noodles Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
પડ થાઈ (Pad Thai recipie in gujarati)
#goldenapron3 #વીક૨૩ #થાઈ #માઇઇબુક #પોસ્ટ૨૦રેસ્ટોરન્ટ સ્ટાઈલ થાઈ કયઝીન નુડલ્સ Harita Mendha -
પેરી પેરી સૉસ (Peri Peri Sauce Recipe In Gujarati)
પેરી પેરી સૉસ પીરી પીરી અથવા તો પીલી પીલી સૉસ તરીકે પણ ઓળખાય છે. આ એક ટ્રેડિશનલ સાઉથ આફ્રિકન સૉસ છે જે ઓરિજિનલી પોર્ટુગીઝ લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આફ્રિકન બર્ડ્સ આઈ ચીલી વાપરીને બનાવવામાં આવતો આ સૉસ એકદમ સ્પાઇસી અને ફ્લેવરફૂલ લાગે છે.આ સૉસ ખાસ કરીને નોનવેજ મેરીનેશન માટે વાપરવામાં આવે છે. પણ આ સૉસ માં મેરીનેટ કરેલા વેજિટેબલ્સ અને પનીર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.પેરી પેરી સોસ મેરિનેડ, સ્પ્રેડ અથવા તો ડીપ તરીકે વાપરી શકાય. આ સૉસ નુડલ્સ, પાસ્તા અને કરીઝ માં પણ વાપરી શકાય.ઘરે બનાવેલા પેરી પેરી સૉસ માં તીખાશ નું પ્રમાણ પસંદગી મુજબ નું રાખી શકાય છે અને એમાં કોઈ પ્રેઝર્વેટીવ નો ઉપયોગ પણ કરવામાં આવતો નથી. સૉસ માં ઉમેરાતી બીજી વસ્તુઓ પણ સ્વાદ અને પસંદગી પ્રમાણે વધારે ઓછી કરી શકાય છે. એકદમ સરળતા થી બની જતો પેરી પેરી સૉસ જે વાનગી માં વપરાય એ વાનગી ના સ્વાદ માં અનેક ગણો ઉમેરો કરે છે.#GA4#Week16 spicequeen -
કીમચી (Kimchi recipe in Gujarati)
કીમચી કોરિયાની ડીશ છે જે મીઠાવાળા અને આથેલા શાકભાજી માંથી બનાવવામાં આવે છે. ઘણા બધા અલગ અલગ પ્રકારના શાકભાજી માંથી કીમચી બનાવવામાં આવે છે પણ ખાસ કરીને એ નાપા કેબેજ અને કોરિયન રેડીશ માંથી બનાવવામાં આવે છે. કીમચી નો ઉપયોગ સુપ, કરી અને અલગ-અલગ પ્રકારના રાઈસ ની ડિશ બનાવવામાં કરવામાં આવે છે. કીમચી એક સાઈડ ડિશ તરીકે સર્વ કરવામાં આવે છે.નાપા કેબેજ ની અવેજી માં સાદી કેબેજ માંથી પણ કિમચી બનાવી શકાય. મેં અહીંયા રેગ્યુલર કેબેજ નો ઉપયોગ કર્યો છે. ફ્રેશ બનાવેલી કીમચી ને સલાડ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો એને રેફ્રિજરેટરમાં થોડા દિવસ સુધી સ્ટોર કરી શકાય. કીમચી ખૂબ જ ઓછી વસ્તુઓ માં થી બની જતી એક ખૂબ જ સ્વાદિષ્ટ સાઈડ ડિશ છે.#GA4#Week14 spicequeen -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 1 પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chili Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ રેસીપી ચેલેન્જ. પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
ચીલી ગાર્લિક નુડલ્સ(Chili Garlic Noodles Recipe In Gujarati)
#WD@disha jiઆ રેસિપી મે દિશા મેડમ નિ પ્રેરણાથી બનાવી છે.દિશા મેડમ ના સાથ સહકાર થી મને ખુબ જ જાણવા અને શિખવા મલ્યુ છે અને હજુ પણ હુ તેમની પાસેથી વધુ શિખવા માગું છું.તો આ women's day મા હુ તેમનો દિલ થી આભાર માનું છું. Sapana Kanani -
-
પનીર ચીલી
#goldenapron3# વિક ૧૩ # પનીર#ડીનરઆ લોકડાઉના સમયમા તમને હોટલ જેવી પનીર ચીલી ખાવાનુ મન થાય તો હવે ધરેજ સરળતા થી બનાવો પનીર ચીલી હોટલ જેવા જ સ્વાદ મા Minaxi Bhatt -
સ્વીટ કોર્ન ચીલી (Sweet corn chilly Recipe in Gujarati)
ચાઈનીઝ સ્ટાઇલ થી બનાવા માં આવતી રેસિપી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે #GA4#week8 Bhavini Kotak -
મંચુરિયન સૉસ (Manchurian Sauce Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમંચુરિયન સૉસ Ketki Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 હોટ અને સ્પાઈસી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ઘરે જ બનાવી શકાય છે.હેલ્ધી અને ડિલીશીયસ સ્ટાર્ટર જે બનાવવું એકદમ ઈઝી અને ઝડપ થી બને છે.જે નાના મોટાં ને પસંદ આવશે. Bina Mithani -
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
લાલ મરચાં નો સોસ (Red chili sauce recipe in gujarati)
#GA4#week22#cookpadguj#cookpadindઆ લાલ મરચાં ગોંડલ તાલુકાના રામોદ ગ્રામ ના વખણાય છે. તે શિયાળામાં પાક ઉતરે છે. સ્વાદ માં તીખા અને મીઠાં મધુરા લાગે છે. તેથી તેનો સોસ બનાવી શકાય છે. ખાંડ નો ઉપયોગ ઓછો કરી શકાય છે.દરેક વાનગી જે વી કે સેન્ડવિચ, પીઝા,આલુ પરાઠા, ઢોકળા, ખાંડવી, ઇડલી વગેરે સાથે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેમે ઘઉંના નુડલ્સ નો ઉપયોગ કરેલો છે અને વેજીટેબલ સારા પ્રમાણમાં આવે છે. Falguni Shah -
પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)
ખીરામાં ડુબોડીને તળેલા પનીરના ક્યુબસને લીલા મરચાં અને લીલા કાંદા સાથે મિક્સ કરીને તૈયાર કરેલું ચીલી પનીર એક એવી ઉત્તમ વાનગી છે, જે સ્ટાર્ટર તરીકે અથવા બીજી વાનગી જોડે મુખ્ય જમણમાં પીરસી શકાય. આ ચીલી પનીરને તેનો સ્વાદ તેમાં મેળવેલા વિનેગર, ચીલી સૉસ અને સોયા સૉસ વડે મળે છે. ખાત્રી કરી લેવી કે આ વાનગીમાં વપરાતું પનીર નરમ અને તાજું હોય, જેથી તળ્યા પછી પણ તે નરમ રહે અને ચવળ ન બની જાય.#GA6#Week6 Nishita Bhatt -
સેઝ્વાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujrati#schezwanFriedRice જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ. ચાઈનીઝ વાનગીઓ એકવાર ખાવ એટલે વારંવાર ખાવાનું મન થઈ જાય.આજે આપણે આ વાનગીઓમાંથી સેઝ્વાન ફ્રાઈડ રાઈસની રેસીપીની વાત કરીએ. ચીનનાં સિચુઆન પ્રાંતમાંથી આવેલ રેસીપી એટલે સેઝ્વાન રાઈસ.જે લસણ અને મરચાં જેવા તિક્ષણ સામગ્રી દ્વારા લાવવામાં આવે છે. મૂળ સેઝ્વાન રાઈસ રેસીપીમાં ખાસ સિચુઆન મરીનો ઉપયોગ કરવામાં આવે છે.જેનો લેમની સ્વાદ હોય છે. ભારતમાં સેઝ્વાન સોસ લાલ મરચાં, વીનેગર અને લસણનો ઉપયોગ કરીને તૈયાર કરવમાં આવે છે.અને તેનો સ્વાદ ઉત્તમ છે. દુનિયામાં વિવિધ પ્રકારના ફ્રાઈડ રાઈસ બને છે. પરંતુ એ બધામાં ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ વધુ લોકપ્રિય છે. આ રાઈસ નેવધુ ડ્રાય મંચુરિયન અથવા ગ્રેવી વીથ સર્વ કરીને ઘરે જ ચાઈનીઝ ખાવાની મજા માણી શકાય છે. Vaishali Thaker -
પનીર ચીલી ગ્રેવી (Paneer Chilli Gravy Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese#પનીર_ચીલી_ગ્રેવી ( Paneer Chilli Gravy Recipe in Gujarati ) આ પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફ્યુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અને ગ્રેવી વાડા બંને રીતે બનાવી શકાય . પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. જયારે પનીર ચિલી ગ્રેવી ને ફ્રાઇડ રાઈસ કે નૂડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે. આ ડીશ એકદમ યમ્મી ને delicious બની હતી. Daxa Parmar -
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
#GA4 #Week22 #sauceસેઝવાન સોસ માં લાલ મરચા એ મુખ્ય ઘટક છે. આ સોસ સેઝવાન રાઈસ, સેઝવાન નુડલ્સ અને બીજી અન્ય વાનગી બનાવવા માં ઉપયોગ કરી શકાય છે. તમે જો આ રીતે બનાવશો તો ફ્રીઝ માં ત્રણેક મહિના સારી રીતે સ્ટોર કરી શકાય છે. Bijal Thaker -
ચીલી ડ્રેગન પોટેટો
#EB#Week12ફ્રેન્ડસ, એકદમ ટેસ્ટી અને ચટપટું કંઇ ખાવું હોય તો બટેટા ની આ વાનગી જરુર ટ્રાય કરો. જનરલી રેસ્ટોરન્ટ કે કોઈ ફંકશન માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવા માં આવતી આ વાનગી બનાવવામાં એકદમ ઇઝી છે. તેમાં લીલાં મરચાં નો સ્વાદ ઉમેરી ને મેં ચીલી ડ્રેગન પોટેટો બનાવેલ છે.આ રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine " સર્ચ કરો 🥰👍લેખિત રેસીપી નીચે આપેલ છે 🥰👍 asharamparia -
-
-
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe in Gujarati)
#GA4#Week22શિયાળામાં વિવિધ સોસ બનાવીએ છીએ . તો આ વખતે મેં તાજાં લાલ મરચાંનો સેઝવાન સોસ બનાવ્યો. જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. તાજાં લાલ મરચાંનો સ્વાદ જ અલગ હોય છે. સેઝવાન સોસ ફ્રીજમાં ર મહિના સુધી સાચવી શકાય છે. શિયાળાની રૂતુ સિવાય સુકાં લાલ મરચામાંથી પણ બનાવી શકાય છે. Mamta Pathak -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
-
ગ્રીન ચીલી સૉસ(green chilli sauce in Gujarati)
#goldenapron3 week22 post31#વીકમીલ1#માઇઇબુક રેસિપી 3ગ્રીન ચીલી સૉસ ઘણી બધી રેસિપી માં વપરાય છે. રેડીમેઈડ સૉસ ઘણો તીખો હોય છે. ઘણા ઇચ્છા હોવા છતા ખાઇ નથી શક્તા. મેં મોળા મરચાં લઇ બનાવ્યો છે. જૈનો પણ વાપરી શકે તે હિસાબે લસણ વાપરી નથી.હિંગ એવોઇડ કરી ફરાળી પણ બને છે. ફરાળમાં વિનેગરના વાપરવો હોય તો લિંબુ લઇ શકાય. Gauri Sathe
More Recipes
ટિપ્પણીઓ (15)