રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક આશરે.
૪ વ્યક્તિઓ
  1. ૧૦૦ ગ્રામ તપકીર નો લોટ
  2. ૨૫૦ મીલી પાણી
  3. ૧૫૦ ગ્રામ દળેલી સાકર
  4. ૧૦ નંગ ફોલેલી ઇલાયચી
  5. ૫ નંગઆખા કાજુ
  6. ૫ નંગબદામ
  7. ૮ નંગપિસ્તા
  8. ૩ ચપટીચારોળી
  9. ૧/૨ટી સ્પુન ઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક આશરે.
  1. 1

    મોટા વાસણમાં તપકીરનો લોટ અને વાડકીમાં દળેલી સાકર લો.

  2. 2

    તપકીરના લોટમાં પાણી ઉમેરો.

  3. 3

    લોટ અને પાણી બરાબર એકરસ થઇ જાય ત્યાં સુધી મિક્સ કરો.

  4. 4

    આ મિશ્રણને મધ્યમ તાપે ગરમ કરવા મૂકી પાંચ મિનિટ સુધી હલાવતાં રહો.

  5. 5

    તેમાં ઘી, દળેલી સાકર, અને ઇલાયચી નાંંખો અને મિશ્રણ વાસણની કિનારી છોડવા માંડે ત્યાં સુધી હલાવતાં રહો.

  6. 6

    તાપ બંધ કરી ઘટ્ટ મિશ્રણને ઉતારી લો.

  7. 7

    એક થાળી લો. તેમાં ઘી વડે ગ્રીઝીંગ કરો.

  8. 8

    આ થાળીમાં ઘટ્ટ થયેલ મિશ્રણને ઠાલવો.

  9. 9

    તેની ઉપર અગાઉ તૈયાર કરેલ ડ્રાયફ્રુટ કતરણ પાથરો અને ૧૦ મિનિટ સુધી રુમ ટેમ્પરેચરે ઠરવા દો.

  10. 10

    ઠંડા થયેલ મિશ્રણને ૩૦ મિનિટ સુધી રેફ્રિજરેટરમાં રાખો.

  11. 11

    હવે મિશ્રણ બહાર કાઢી મનપસંદ આકર્ષક આકાર આપી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
પર

ટિપ્પણીઓ (9)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
@Disha_11 આ હલવો જોઇને અન્યો એ પણ પછી ના સમયમાં એ જ નામથી મૂક્યો છે. જે પહેલાં મૂકે એના માટે વિશેષ Credit Recognition હોય એ સિસ્ટમ અપનાવી શકાય. #Feedback. 🙏💐

Similar Recipes