લીલી તુવેર નો સાંભાર (Green Tuver Sambhar Recipe In Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad

લીલી તુવેર નો સાંભાર (Green Tuver Sambhar Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપલીલી તુવેર
  2. ૧ કપશાક(બટાકા, વટાણા, દૂધી, શીંગદાણા,સરગવો)
  3. ૧/૪ કપઅમલી નો પલ્પ
  4. ૧ ચમચીહળદર
  5. ૨ ચમચીલાલ મરચુ
  6. ૧/૪ કપટોપરા ની પેસ્ટ (૧ લીલું મરચુ, ૧ ડુંગળી, ૧ ચમચી જીરું, મોટો ટુકડો લીલું નાળિયેર)
  7. લવિંગ
  8. ૧ ટુકડોતજ
  9. સૂકા લાલ મરચાં
  10. ૧ ટુકડોબાદિયા
  11. ૧/૨ ચમચીરાઈ
  12. ૧/૨ ચમચીજીરું
  13. ૧/૪ ચમચીહિંગ
  14. મીઠું જરૂર મુજબ
  15. લીમડો
  16. ૧ ચમચીઅડદ ની દાળ
  17. ૨ ચમચીતેલ
  18. ૨ ચમચીસાંભાર મસાલો
  19. મોટી ડુંગળી
  20. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલી તુવેર ને ૮ કલાક પલાળી ને ફોતરાં કાઢી ને બાફી લો.પલળસે એટલે ફોતરાં નીકળી જશે. પછી ૩ વિસાલ વગાડી બાફી લો.,(ફોતરાં ન નીકળે તો બાફી ને ફોતરાં કાઢી લો.)

  2. 2

    હવે એક પેન માં આંબલી નો પલ્પ, બધા બાફેલ શાક,સાંભાર મસાલો, ડુંગળી, મીઠું, હળદર, લાલમરચું અને લીમડો ઉમેરી ને ઉકળવા દો.

  3. 3

    પછી એમાં બાફેલ તુવેર ઉમેરી ને થોડી ઉકળે એટલે એમાં કોપરા ની પેસ્ટ ઉમેરી ને ૫ મિનિટ ઉકળવા દો.

  4. 4

    હવે એક પેન માં તેલ મુકો એમાં મેથી, અડદ ની દાળ, લવિંગ, તજ, બાદિયા, સૂકા લાલ મરચાં,લીમડો, રાઈ, જીરું મુકો અને એ તતડે પછી હિંગ ઉમેરી અને વઘાર સાંભાર માં રેડી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes