જુવાર નું લસણિયું ખીચું (Jowar Lasaniyu Khichu Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૧ કપજુવાર નો લોટ
  2. ૨ કપપાણી
  3. ૩ નંગલીલા મરચાં
  4. ૧ ટીસ્પૂનબારીક કટ કરેલ લીલું લસણ, બાફવામાં
  5. ૧ ટીસ્પૂનબારીક કટ કરેલ લીલું લસણ, વઘાર માટે
  6. ૧/૨ ટીસ્પૂનઆદુની પેસ્ટ
  7. ૧ ટીસ્પૂનજીરુ
  8. ૧/૨ ટીસ્પૂનઅજમો
  9. મીઠું આવશ્યકતા અનુસાર
  10. ૧ ટેબલ સ્પૂનતેલ
  11. ૧ ટીસ્પૂનતલ
  12. ચપટીપાપડિયો ખારો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ૨ કપ પાણી ઉકળવા મુકો.પાણી ઉકળે એટલે તેમાં લીલા મરચાં ના ટુકડા,૧ ટીસ્પૂન લીલું લસણ, આદુની પેસ્ટ,જીરુ, અજમો, મીઠું નાખો.૪-૫ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.ઉકળવા દો.ત્યારબાદ તેમાં ખારો નાખી હલાવી તરત જ જુવાર નો લોટ ઓરી દેવો. વેલણની મદદથી મીકસ કરો.હવે આ મિશ્રણને બીલકુલ ધીમા તાપે ચડવા દો. ૫ મિનિટ પછી ગેસ ઉપર તાવડી મુકી તેની ઉપર મુકી કુક થવા દો.૭-૮ મિનિટ સુધી કુક થવા દો.પછી ગેસ ઓફ કરી દેવો.

  2. 2

    હવે એક વઘારીયા માં તેલ ગરમ કરો.તલ, લીલું લસણ નાખી વધાર ખીચા ઉપર નાખો.ઉપર લીલા ધાણા નાખી તેલ, અથાણાં ના મસાલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes