ઢાબા સ્ટાઈલ લીલી ડુંગળી નું શાક (Dhaba Style Lili Dungli Shak Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#FFC3
#Week3
#Cookpadindia
#Cookpadgujarati
#Cookpad
# ફૂડ ફેસ્ટિવલ 3

ઢાબા સ્ટાઈલ લીલી ડુંગળી નું શાક (Dhaba Style Lili Dungli Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#FFC3
#Week3
#Cookpadindia
#Cookpadgujarati
#Cookpad
# ફૂડ ફેસ્ટિવલ 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 500 ગ્રામલીલી ડુંગળી
  2. 1 ચમચીગરમ મસાલો
  3. 3સમારેલા ટામેટા
  4. 7સમારેલા મરચાં
  5. 2 ચમચીઆદુ લસણની પેસ્ટ
  6. 1/2 ચમચીરાઈ
  7. 1/2 ચમચીહિંગ
  8. 2 ચમચીકાશ્મીરી મરચુ
  9. 1/2 ચમચીહળદર
  10. 1/2 ચમચીધાણાજીરૂ
  11. 1 ચમચીમીઠું
  12. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ 500 ગ્રામ ડુંગળી લેવી તેને સાફ કરી ચપ્પુ વડે ઝીણી સમારવી લીલો અને સફેદ ભાગ આ બધાને ઝીણા સમારવા

  2. 2

    ત્યારબાદ ટમેટાને ઝીણા સમારવા લીલા મરચા ને ઝીણા સમારવા આદુ-લસણની પેસ્ટ તૈયાર કરવી અને લસણની ચટણી તૈયાર કરવી આ બધાને અલગ અલગ વાટકીમાં ભરી લેવા ત્યારબાદ એક લોયામાં ચાર ચમચી તેલ નાખવાનું તેમાં 1/2 ચમચી રાઈ 1/2 ચમચી જીરૂ નાખવાનું તે તતડે પછી તેમાં 1/2 ચમચી નાખવાની ત્યારબાદ લસણની પેસ્ટ નાખવી અને તેને ધીમે તાપે સાંતળવા

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલા મરચા નાખવા તેને થોડીવાર સાંતળવા પછી તેમાં સમારેલી લીલી ડુંગળી નાખવી અને સમારેલા ટામેટાં નાખવા તેને ત્રણ મિનિટ માટે સાંતળવા

  4. 4

    આ બધાને બરાબર સાંતળવા પછી તેમાં એક ચમચી મીઠું નાખવું ૨ ચમચી કાશ્મીરી મરચું આખું 1/2 ચમચી હળદર નાંખવી 1/2 ચમચી ધાણાજીરું નાંખવું એક ચમચી ગરમ મસાલો નાખવો આ બધાને બે મિનિટ માટે સાંતળવા પછી તેમાં એક કપ પાણી નાખો અને ઉપર થાળી ઢાંકી ત્રણ મિનિટ માટે ચઢવા દેવું જેથી ચડીને એકદમ સોફ્ટ થઈ જશે અને તેલ બહાર આવશે ત્યારબાદ બાજરીના લોટના રોટલા બનાવવા

  5. 5

    ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં તૈયાર થયેલું લીલી ડુંગળી નું શાક એક બાઉલમાં ભરવું તેના ઉપર કોથમીરથી ડેકોરેટ કરી સર્વ કરવું ત્યારબાદ રોટલો બનાવેલો છે તેના ઉપર ઘી લગાવી ને તે મૂકવો એક ગ્લાસ માં છાશ મૂકવી એક કપમાં દહીં મૂકવું અને સાથે લસણની ચટણી મૂકી સમગ્ર ડીશ ને સર્વ કરવી લીલી ડુંગળી નું શાક એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું લાગે છે આપણા ભારતીયોનો પ્રાચીનતમ આહાર છે તે વિટામીનથી ભરપૂર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes