ઇન્સ્ટન્ટ દહીંવડા (Instant Dahi Vada Recipe In Gujarati)

Bindiya Dhinoja
Bindiya Dhinoja @cook_35656293

ઇન્સ્ટન્ટ દહીવડા #KSJ #Week 1 #RB1

ઇન્સ્ટન્ટ દહીંવડા (Instant Dahi Vada Recipe In Gujarati)

ઇન્સ્ટન્ટ દહીવડા #KSJ #Week 1 #RB1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
ત્રણથી ચાર જણા
  1. 1વાટકી રવો
  2. 1વાટકી દહીં
  3. 1ચમચી આદુ મરચાની પેસ્ટ. તળેલા માંડવી ના દાણા. એક ચમચી શેકેલું જીરું. સ્વાદ અનુસાર મીઠું. દળેલી ખાંડ. દાડમના દાણા. લાલ મરચું પાઉડર એક વાટકી દહીં. 1/4 ચો ચમચી બેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં એક વાટકી રવો લો તેમાં એક વાટકી જેટલો દહીં ઉમેરી તેમાં એક ચોથાઈ ચમચી બેકિંગ સોડા ઉમેરી તેને એકદમ હલાવવું અને પછી તેને અડધા કલાક માટે રેસ્ટ કરવા રાખી દેવું ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દેવું પછી આપણે એક વાટકામાં દહીં લઇ તેમાં દળેલી ખાંડ નાખી બ્લેન્ડર વડે ચન કરી લેવું. પછી તેને એક બાજુ રાખી દેવું ત્યાં સુધીમાં આપણે પેલા રાખેલું રવાનું બેટર તૈયાર થઈ ગયુ હશે.

  2. 2

    હવે આપણે તેને ખોલીને જોશો તો થોડો રવો ફુલાઈ ગયો હશે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી તેને એકદમ હલાવી લઈશું અને તેમાં

  3. 3

    આદુ મરચાની પેસ્ટ નાંખશો અને તેને એકદમ મિક્સ કરી લઈશું હવે આપણું બેટર તૈયાર છે હવે એક વાટકીમાં આપણે થોડું પાણી લઈશું અને આપણો હાથ થી પાણી વડે ભીનો કરી લઈશું અને હવે પાણીવાળા હાથથી આપણે વડા પાડીશું વડા ત્યાં સુધી તળી શું જ્યાંસુધી તે બ્રાઉન કલરના થાય તે બ્રાઉન કલરના થઈ જાય એટલે બહાર કાઢી અને એક પ્લેટમાં રાખી દઈશું હવે એક બાઉલમાં પાણી લઈ તે વડા આને પાણીમાં નાખી દઈશું હવે તેને થોડીક વાર માટે પાણીમાં પલાળવા માટે રાખી દઈશું થોડીવાર પલાળી જાય પછી આપણે તેને પાણીમાંથી હળવા હળવા હાથે તેને દબાવીને પાણી

  4. 4

    નીતારી લઈશું પછી તેને એક સર્વિંગ પ્લેટ મા લઈ તેમાં આપણે તૈયાર કરેલું મીઠું દહીં નાખશુ. હવે તેની માથે શેકેલું જીરૂ. સ્વાદ અનુસાર મીઠું. તળેલા માંડવી ના દાણા. થોડા દાડમના દાણા નાખીને આપણે ગાર્નિશિંગ કરી લઈશું તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ દહીં વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Dhinoja
Bindiya Dhinoja @cook_35656293
પર

ટિપ્પણીઓ

Similar Recipes