પંજાબી સમોસા (Punjabi samosa recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#MW3
#સમોસા

પંજાબી સમોસા અમારાં ઘરમાં દરેકને પ્રિય છે.

પંજાબી સમોસા (Punjabi samosa recipe in Gujarati)

#MW3
#સમોસા

પંજાબી સમોસા અમારાં ઘરમાં દરેકને પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
  1. 250 ગ્રામલીલાં વટાણા (કૂકરમાં 2 સીટી વગાડી બાફી લો)
  2. 750 ગ્રામબાફેલા બટાકા
  3. 1+1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  4. 1+1/2 ચમચી આદુની પેસ્ટ
  5. 1 ચમચીપંજાબી ગરમ મસાલો
  6. 1 ચમચીપંજાબી ગ્રેવી મસાલો
  7. 1 ચમચીએવરેસ્ટ કિચન કિંગ મસાલો
  8. 2 ચમચીઆમચૂર પાઉડર
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. મીઠા લીમડાનાં પાન
  12. 1 ચમચીજીરૂ
  13. 1/4 ચમચીહિંગ
  14. 8-10 ચમચીતેલ
  15. 2 ચમચીસમારેલી કોથમીર
  16. 1 ચમચીસમારેલા ફુદીનાના પાન
  17. 1+1/2 ચમચી શેકીને અધકચરા વાટેલા આખા ધાણા
  18. સ્વાદાનુસાર મીઠું
  19. પડ માટે
  20. 500 ગ્રામમેંદો
  21. 1 ચમચીઅજમો
  22. 1/4 ચમચીશેકેલું જીરું પાઉડર
  23. 1 ચમચીમીઠું
  24. 4 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને હિંગ નાખી મીઠા લીમડાનાં પાન ઉમેરો અને બાફેલા વટાણા ઉમેરો.2 થી 3 મિનિટ બાદ બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે બાફેલા બટાકા ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે ગ્રેવી મસાલો અને કિચન કિંગ મસાલો ઉમેરી બરાબર મિકસ કરી લો.

  3. 3

    5 મિનિટ બાદ સમારેલી કોથમીર અને ફુદીનાના પાન ઉમેરો બરાબર મિક્સ કરી લો. ગેસ પરથી ઉતારી અધકચરા વાટેલા આખા ધાણા ઉમેરી બરાબર મિકસ કરી લો.

  4. 4

    પડ માટે એક બાઉલમાં લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો અને લોટ બાંધી લો અને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  5. 5

    હવે લોટમાંથી એકસરખા માપના લુઆ કરી લો. હવે જાડી રોટલી વણી વચ્ચેથી કાપી લો અને પૂરણ ભરી બંધ કરી લો. આ રીતે બધા સમોસા તૈયાર કરી લો.

  6. 6

    હવે તેલ ગરમ થાય એટલે ધીમા તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી બંને બાજુ તળી લો.

  7. 7

    હવે એક સર્વીંગ ડીશમા કોથમીર- ફુદીના અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Similar Recipes