નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(નો Oven નો yeast Whole Wheat Pizza Recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week22
#Pizza

મેં આજે પીઝા બનાવ્યો છે, એ પણ યીસ્ટ અને ઓવનનો ઉપયોગ કર્યાં વગર. ગયા વષઁ માં ઓગસ્ટ માં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝ હતી. એ વખતે તો મારાથી બનાવાયો નહોતો. પણ આજે મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન નો ઉપયોગ વગર અને યીસ્ટ નો પણ ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે. પીઝા બહુ જ સરસ બન્યો છે.

ઘરે બધાને ખુબ જ ભાવ્યાં, અને ખુબ જ ઝડપથી આથો લાવ્યા વગર બની ગયા. નાના નાનાં પીઝા બધા નાં પોતાના ગમતાં ટોપીંગ સાથે તમે બનાવી શકો છો.

તમે જો આ રીતે ના બનાવ્યા હોય તો જરુર થી બનાવજો.

#NoOvenBaking

#Cookpad
#CookpadGujarati
#Cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
  1. ૧ કપઘઉં નો લોટ (૨૫૦ ગ્રામ જેટલો)
  2. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  3. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  4. ૪-૫ ચમચી મોળું દહીં
  5. ૧ નાની ચમચીખાંડ
  6. ૩ ચમચીઓલીવ ઓઈલ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૨ કપપીઝા સોસ
  9. ૧ કપમોઝરેલા ચીઝ
  10. ૧ કપસમારેલા કલરીંગ કેપ્સીકમ
  11. ૧ ચમચીઈટાલીયન સીઝનીંગ
  12. ૧ ચમચીસુકી પાસઁલી
  13. ૧/૨ કપપાઈનેપલ
  14. ૧ ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  15. ૫૦૦ ગ્રામ મીઠું (બેક કરવા માટે)

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    એક બાઉલમાં ચાળેળા ઘઉંના લોટ માં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાંખી ને મીક્ષ કરો.

  2. 2

    તેમાં મીઠું નાંખી મીક્ષ કરી લો. હવે તેમાં દહીં અને તેલ ઉમેરો.

  3. 3

    બધું સરસ રીતે મીક્ષ કરી હુફાળા પાણી થી બહુ કાઠો ના હોય તેવો એકદમ સોફ્ટ લોટ બાંધો. લોટને કપડું ઢાંકીને ૧૦-૧૨ મિનિટ રેસ્ટ આપો.

  4. 4

    હવે ગેસ પર એક ઊંડી કઢાઇ લઇ તેમાં ૫૦૦ ગ્રામ મીઠું નાખો અને તેમાં એક સ્ટેન્ડ મૂકો. ઢાંકીને ૧૦ મિનિટ માટે મિડિયમ તાપે ગરમ કરો. આના થી એ આપડા ઓવન નું કામ કરસે. હવે, એક પ્લેટમાં તેલ લગાવી આ પ્લેટને પ્રિહિટેડ મીઠા વાળા આપડા બનાવેલા ગેસ ઓવન પર ગરમ કરવા મુકો.

  5. 5

    હવે બાંધેલા લોટના ૩ ભાગ કરી એક ભાગમાંથી પાતળો ભાખરી જેવો રોટલો વણો. હવે આ આ રોટલા ને કાંટાથી કાણાં પાડી લો. આવું કરવું ખુબ જરુરી છે, જેથી એ જેથી ફૂલે નહીં.

  6. 6

    હવે, બનાવેલા રોટલા ને ગરમ કરેલી પ્લેટ પર મુકો. એને ઢાંકી ને ૧૦ થી ૧૨ મિનિટ માટે બેક થવા દો.

  7. 7

    ૧૦ મીનટ પછી બનેલા પીઝા બેઝ પર પીઝા સોસ લગાવી ઉપર ઈટાલીયન સીઝનીંગ છાંટો અને, એના પર મોઝરેલા ચીઝ પાથરો. હવે તમે તેના પર તમારી પસંદગી ના ટોપિંગ મૂકો. પછી તેને એક નોનસ્ટીક પેનમાં ધીમા તાપે ઢાંકીને ચીઝ ઓગળી ત્યાં સુધી બેક કરો. ૧૦-૧૨ મીનીટ જેટલો ટાઈમ લાગસે. પીઝા તૈયાર થાય ત્યારે ગરમ ગરમ પીરસો.

  8. 8

    પીઝા પર ગમતાં ટોપીંગ નાંખો. મેં પાઈનેપલ, બધા કલરનાં કલરીંગ કેપ્સીકમ ટોપીંગ્સ માં યુઝ કર્યા છે. ઉપર રેડ ચીલી ફ્લેક્ષ અને સુકી પાસઁલી પીઝા ઉપર ભભરાવેલા છે. આ પીઝા બહુ જ સરસ લાગે છે.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes