ચીઝી રાઈસ બાઉલ(cheesy rice bowl recipe in Gujarati)

Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954

ચીઝી રાઈસ બાઉલ(cheesy rice bowl recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીપલાળેલા ચોખા
  2. ૧ વાટકીપલાળેલી મગની દાળ
  3. 1 વાટકીજેટલા ઘરમાં હોય એ શાકભાજી
  4. 1/4 ચમચી હળદર
  5. 1/2ચમચી આદું-મરચાંની પેસ્ટ
  6. 1/2ચમચી અધકચરા વાટેલા મરી
  7. મીઠું સ્વાદપ્રમાણે
  8. વાઇટ સોસ બનાવવા માટે
  9. ૨ ચમચીમેંદો
  10. અડધો કપ દૂધ
  11. 1ચીઝ ક્યુબ
  12. 1/4 ચમચી અધકચરા વાટેલા મરી
  13. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બે કલાક પહેલા ચોખા અને મગની દાળ ધોઈને પલાળી લો ચોખામાં બે ગણુ અને મગની દાળમાં દાળ જેટલું જ પાણી મૂકવું સરસ પલળી જાય એટલે મગની દાળને ઘી મૂકી જીરુથી વઘાર કરો દાળ અને ચોખા માં એમના ભાગનુ મીઠું નાખી કુકર મા એક સીટી વગાડી લો એકદમ માપ નું પાણી મૂકવાથી ભાત અને ચોખા એકદમ છુટા છુટા રહેશે

  2. 2
  3. 3

    હવે વ્હાઈટ સોસ બનાવવા માટે એક વાસણમાં ઘી લો તેમાં મેંદો નાંખો અને એકદમ ધીમા તાપે મેંદો શેકી લો તેમાં દૂધ નાખી એકદમ હલાવી લો ગાંઠા પડવા ના જોઈએ એ પછી એમાં ચીઝ ક્યુબ ખમણી ને નાખો બધુ બરાબર મિક્સ થાય એટલે છેલ્લે બહુ જ થોડું મીઠું અને અધકચરા વાટેલા મરી નાખી ગેસ બંધ કરો વ્હાઈટ સોસ તૈયાર છે

  4. 4

    હવે ફરી એક કડાઈમાં તેલ અથવા ઘી મૂકી આપણી પાસે જે પણ શાકભાજી હોય એ સુધારી અને વઘારો અહીં મારી પાસે બીજા કોઈ શાકભાજી ન હતા માત્ર કેપ્સીકમ હતા અને ફ્રીઝર માથી ફ્રોઝન કરેલા વટાણા તુવેર લીલા ચોળાના બી લીધા છે જો હોય તો કોબી ફ્લાવર મકાઈ ફણસી જેવા શાકભાજી લઈ શકાય આ બધા શાક સહેજ મીઠું અને હળદર નાખી થોડા ચોડવી લેવા સાથે આદુ મરચાની પેસ્ટ નાંખવી

  5. 5

    હવે આ શાકવાળી કડાઈમાં આપણે બાફેલા મગની દાળ અને ભાત નાખો ખૂબ શાંતિથી હલાવો ચોખાનો દાણો અને મગની દાળનો દાણો આખો રહેવો જોઈએ ભાંગવો ના જોઈએ અહીં ગમે તો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી શકાય મેં નાખ્યા નથી

  6. 6

    હવે એસેમ્બલ કરવા માટે બાઉલ જેવી ડીશ લઈ તેમાં બનાવેલા રાઈસ લો તેમાં ઉપર white sauce રેડો અને કોથમરી નાખી સર્વ કરો તો તૈયાર છે ચીઝી રાઈસ બાઉલ બાળકોને વધારે ચીઝી કરી આપવું હોય તો ઉપર ચીઝ ખમણી અને ત્રણથી ચાર મિનિટ માટે બેક કરવાથી ચીઝ મેલ્ટ થઈ અને ગુલાબી પણ થઈ જશે જે હજી વધુ ટેસ્ટી લાગશે

  7. 7

    આ એક સિંગલ પોટ રેસીપી છે તેમાં દાળ ચોખા શાકભાજી બધું જ આવી જાય છે વળી જો ઘરમાં હોય તો દાળ અને ચોખા સાથે દલિયા પણ બાફીને નાખી શકાય એક બાઉલ સર્વિંગ લઈએ તો બધા જ વિટામિન મિનરલ અને ફાઇબર મળી રહે છે વળી બાળકો અમુક શાકભાજી ખાતા ન હોય તો આ રીતે બનાવી અને આપવાથી ખૂબ પ્રેમથી અને આનંદથી ખાઈ લે છે વળી જો કોઈ વાર ભાત વધ્યા હોય તો આ રીતે બનાવી દઈએ તો કોઈને ખબર પણ પડતી નથી અને વધેલા ભાત ખૂબ જ સ્વાદથી બધા જમે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954
પર

ટિપ્પણીઓ

Similar Recipes