મેથી પાક (Methi Paak Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#VR

શેર કરો

ઘટકો

  1. 1કિલો અડદ નો કરકરો લોટ
  2. 1કિલો ચણાનો કરકરો લોટ
  3. 500 ગ્રામશિંગોડા નો કરકરો લોટ
  4. 200 ગ્રામદળેલી મેથી
  5. 50 ગ્રામદળેલી બત્રીસૂ
  6. 500 ગ્રામતેજાના ની રબડી દળેલી
  7. 1કિલો ખાંડ
  8. 300 ગ્રામગોળ
  9. 500 ગ્રામસૂકા કોપરા ની છીણ
  10. 2કિલો ઘી
  11. 50 ગ્રામમગજતરઈ ના બિયા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટી જાડી તળીયા વાળી કઢાઈમાં 500 થી 600 ગ્રામ જેવું ઘી લો કઢાઈ ગેસ પર મૂકો ઘી ગરમ થાય એટલે એમાં સૌ પ્રથમ અડદ લોટ ઉમેરો ધીમા તાપે સતત હલાવતા રહી સેકી લ્યો લોટ ગુલાબી થાય અને ચમચો હલકું પડે ત્યાં સુધી સેકો આસરે 30 થી 35 મિનિટ થશે લોટ સેકાતા.લોટ થાય એટલે એક મોટા વાસણ મા કાઢી લ્યો.

  2. 2

    આજ રીતે ચણાનો લોટ પણ સેકો લ્યો. એને પણ અડદ લોટ સાથે કાઢી ઠંડા પડવા દો. હવે શિંગોડા લોટ ને પણ 200 ગ્રામ જેવું ઘી લઈ ડાર્ક કલર થાય અને ઘી અલગ પડે ત્યાં સુધી સેકો. 15 જેવી મિનિટ મા થઈ જાય છે. એને પણ બંને લોટ ભેગી કાઢી લ્યો.

  3. 3

    હવે100 ગ્રામ જેવું ઘી લઈ રબડી ને સાતડી લ્યો 2 મિનિટ માટે જ.એને પણ બધા સેકી રાખેલા લોટ સાથે મિક્સ કરી દો. કોપરા ને પણ થોડીવાર ઘી મા સેકી મિશ્રણ મા ઉમેરો. હવે બત્રીસૂ,મેથી પણ ઉમેરી દો.

  4. 4

    હવે 250 ગ્રામ જેવું ઘી ગરમ કરો. ઘી ગરમ થાય ત્યાં એમાં ગોળ ઉમેરો બંને સરસ મિક્સ થાય અને ગોળ ખીલે ત્યાં સુધી સતત હલાવતા રહો. પછી મિશ્રણ ને તૈયાર મિશ્રણ મા રેડી દો.બરાબર મિક્સ કરો સરસ મિક્સ થાય એટલે દળેલી ખાંડ ઉમેરી ફરી થી મિક્સ કરો. મિક્સ થાય એટલે થોડું મિશ્રણ લઈ ગ્રીસ કરી ને રાખેલા થાળી માટે પાથરી દો ઉપર મગજતરઈ ભભરાવી દો. મોટી 6 જેવી થાળી પથરાસે.

  5. 5

    હવે થાળી મા કાપા પાડી દો. બરાબર ઠરી જાય પછી થાળી માંથી ટુકડા કાઢીને ડબ્બા મા ભરી લ્યો પછી આ મેથી પાક રોજ સવાર મા ખાવો. ખૂબ ટેસ્ટી અને હેલ્થ માટે લાભકારી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes