સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)

સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બેસન, મીઠું, હળદર, મરી પાઉડર, તેલ ઉમેરીને મિક્સ કરી લો. પછી તેમાં પાણી ઉમેરીને ૫ મિનીટ સુધી લોટને બરાબર ફેટી લો.
- 2
સેવનાં સંચા અને હાથને તેલથી ગ્રીસ કરી લો. તૈયાર લોટ સંચામાં ભરી લો. કડાઈમાં તેલ ગરમ કરીને હાયફ્લેમ ઉપર સેવ પાડી તળીને પેપર નેપકિન પર કાઢી લો.
- 3
એક બાઉલમાં મેંદો, બેસન, રવો, તેલ, મીઠું, અજમો અને પાણી ઉમેરી મિક્સ કરી કણક બાંધી લો. કણકને ૧૦ મિનીટ માટે ભીના કપડાથી ઢાંકીને મૂકી રાખો.
- 4
પછી કણકના બે ભાગ કરી તેની પાતળી રોટલી વણી લો. કુકીકટરની મદદથી ગોળાકાર કાપી લો. કાંટાવાળી ચમચી વડે તેમાં કાણા પાડી લો.
- 5
કડાઈમાં તેલ ગરમ કરી પૂરીને ધીમા તાપે સોનેરી થાય ત્યાંસુધી તળીને કાઢી લો.
- 6
બટાકાને બાફીને અધકચરા સ્મેશ કરી લો. પછી તેમાં લાલમરચું પાઉડર, ચાટ મસાલો, જીરૂ પાઉડર, કોથમીર, લીંબુનો રસ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો.
- 7
મિક્સરજારમાં કોથમીર, ફુદીનાના પાન, લીલા મરચા, લસણની કળી, મીઠું, સંચળ, હિંગ, જીરૂ, ખારી શીંગ, લીંબુનો રસ અને પાણી ઉમેરીને બારીક પીસી લો.
- 8
સૂકામરચાને ગરમ પાણીમાં ૧૫ મિનીટ માટે પલાળીને રાખો. મિક્સજારમાં પલાળેલા મરચા, લસણ, મીઠું, સેવ અને લીંબુનો રસ ઉમેરીને બારીક પીસી લો.
- 9
એક તપેલીમાં આંબલી, ગોળ અને એક ગ્લાસ પાણી ઉમેરીને ૧૫ મિનીટ ઉકાળીને ગાળી લો. પછી મીઠું, સંચળ, જીરૂ પાઉડર, ગરમ મસાલો અને લાલમરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લો.
- 10
ડીશમાં પૂરી ગોઠવો. તેમાં બટાકાનું સ્ટફિંગ, સમારેલી ડુંગળી અને કોથમીર ઉમેરો. પછી ત્રણેય ચટણી ઉમેરો.
- 11
તેની ઉપર સેવ, ટામેટા, ડુંગળી, કાચી કેરી અને ચાટ મસાલો ભભરાવો. તેને તરત જ સર્વ કરો.
- 12
તેને તરત જ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel -
મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati
#SFC#tavapulao#mumbaistyle#Pulao#cookpadgujarati#streetfood Mamta Pandya -
આંધ્ર સ્ટાઈલ મરચાં ભજીયા (Mirchi Bajji Recipe In Gujarati)
આંધ્ર શૈલીની મિર્ચી બજ્જી કે મીરાપકાયા બજજી એ લીલા મરચાંને ફ્રાય કરીને અને પછી તેમાં કાપેલી ડુંગળી અને લીંબુના રસના મિશ્રણથી સ્ટફ કરીને બનાવવામાં આવેલું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આને નાસ્તા તરીકે અથવા ભોજનની બાજુમાં પીરસવામાં આવે છે.#WK1#mirapakayabajji#stuffedmirchibajji#bharelamarchabhajiya#chillypakoda#marchabhajiya#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#ATW1#TheChefStory#ragdapattice#streetfood#mumbaistreetstylechaat#cookpadgujaratiરગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનું સૌથી લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે. આમાં બટાકા ની પેટીસ બનાવી ને ઉપર વટાણા નો રગડો નાખવામાં આવે છે. ચટપટી તીખી ને મીઠી ચટણી નાખીને ખવાય છે. Mamta Pandya -
-
ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati)
#par#garlicpaneerpakoda#lasaniyapaneerbhajiya#cookpadgujarati Mamta Pandya -
-
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
-
પાણીપૂરી (PaniPuri Recipe In Gujarati)
#RB2#panipuri#cookpadindia#cookpadgujaratiમિત્રો, પાણીપૂરી - કોને ન ભાવે? ભાગ્યે જ કોઈ એવું હશે જેને પાણીપૂરી પસંદ નહીં હોય. આજે આ રેસિપી હું મારા પરિવારને ડેડીકેટ કરું છું. Mamta Pandya -
ટમટમ ખમણ (TamTam Khaman Recipe In Gujarati)
#FFC1#tamtamkhaman#khaman#ખમણઢોકળા#cookpadindia#cookpadgujaratiસવારના નાસ્તામાં ખમણ એક આગવું સ્થાન ધરાવે છે. વાટીદાળના હોય કે પછી નાયલોન, ખમણ લગભગ તમામ ગુજરાતીઓ માટે મનપસંદ ફરસાણ છે. ખમણના પ્રકારમાં ટમટમ ખમણ પણ ખૂબ જ પ્રચલિત છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે. તો ચાલો જાણીએ આ ટમટમ ખમણની બનાવટને. Mamta Pandya -
દિલ્હીવાળી ખસ્તા કચોરી (Delhi vali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#moongdaalkachori#delhiwalikhastakachori#indorikachori#tariwalealoo#streetfood#cookpadindia#cookpadgujaratiઆ દિલ્હી અને ઉત્તર ભારતનો પારંપરિક નાસ્તો છે, આ ખસ્તા કચોરીને બે દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. આ કચોરી સ્વાદિષ્ટ બટાકાની કરી અને આમલીની ચટણી સાથે પીરસવામાં છે, જેનો સ્વાદ કચોરીને સ્વાદિષ્ટ વધારે બનાવે છે. Mamta Pandya -
મેથી થેપલા ટાકોસ (Fenugreek Thepla Tacos Recipe In Gujarati)
#methitheplatacos#theplatacos#fusionrecipe#indiantouch#healthydish#cookpadindia#cookpadgujaratiથેપલા એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી ભોજન છે. ગઈ કાલે મેં મેથીના થેપલા બનાવ્યા ત્યારે મેં તેને અલગ રીતે સર્વ કરવાનું વિચાર્યું. તેથી, મેં થેપલા ટાકોસ બનાવવાનો પ્રયાસ કર્યો. ખૂબ જ નવીન અને સ્વાદિષ્ટ રેસીપી. જો થેપલા તૈયાર હોય તો આ ફ્યુઝન રેસીપી બનાવવામાં થોડી મિનિટો લાગશે.જેમ આપણે બધા જાણીએ છીએ કે મેથી/મેથી સ્વાસ્થ્ય માટે સારી છે. મેથીના થેપલાની સાથે, મેં કોથમીરની ચટણી અને ઘણી બધી તાજી શાકભાજીનો ઉપયોગ કર્યો. તેથી, તેનો ઉલ્લેખ તંદુરસ્ત વાનગી તરીકે કરી શકાય છે. આકર્ષક સર્વિંગ માટે મેં નાના નાના થેપલાઓ બનાવ્યા. તેને કોઈપણ સમયે હેલ્ધી અને હેવી નાસ્તા અને સ્ટાર્ટર તરીકે પણ પીરસી શકાય છે. Mamta Pandya -
-
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #sevpuri Bela Doshi -
ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati)
#SSM#summerspeical#stuffedivygourdsabji#bharelatindola#tindora#kathiyawadi#cookpadgujarati Mamta Pandya -
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
#palakpattachaat#spinachleaveschaat#chaat#palak#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
-
ચીઝી આલૂ પરાઠા (Cheesy Aloo Paratha Recipe In Gujarati)
#Cookpadindia#Streetfood Shah Prity Shah Prity -
-
વડાપાવ કેસાડીલા (Vadapav Quesadilla Recipe In Gujarati)
#vadapav#vadapavquesadilla#quesadilla#lessoilrecipe#healthydish#cookpdgujarati#cookpadindiaવડાપાવ મોટે ભાગે બધાંને મનગમતું ફાસ્ટ ફૂડ છે. જ્યારે કેસાડીલા એ મેક્સિકન વાનગી છે જેમાં મેંદા કે મકાઈની રોટલીમાં વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ ભરવામાં આવે છે. જેમાં પસંદગી પ્રમાણેનાં શાકભાજી અને ચીઝનો ઉપયોગ કરીને બનાવીને તવા પર શેકીને સાવર ક્રીમ અને સાલસા સાથે પીરસવામાં આવે છે.મેં તેને થોડું હેલ્ધી બનાવવા માટે ઓછા તેલમાં અને તેને પાવના બદલે ઘઉંના લોટ વડે કેસાડીલા બનાવ્યા છે. Mamta Pandya -
-
બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
#SFC#Streetfood#Cookpadgujarati બાસ્કેટ પૂરી ચાટ એક સ્વાદિષ્ટ ચાટ રેસીપી છે જે ક્રિસ્પી ડીપ-ફ્રાઈડ બાઉલ અથવા બાસ્કેટ સાથે બનાવવામાં આવે છે. આ બાસ્કેટ પૂરી ને બટાકા-ચણા, મસાલા, બારીક સમારેલા શાકભાજી અને ઉપર ચાટ ચટણી અને સેવથી ભરેલી છે. તેનો સ્વાદ મીઠો, ખાટો અને મસાલેદાર છે અને તે તમામ પ્રકારના વય જૂથોને પસંદ છે. આ ચાટ બનાવવી ખૂબ જ સરળ છે. જે ઝડપથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#pavbhaji#butterPavBhaji#streetFood#cookpadgujrati Mamta Pandya -
નાગપુરી કુલ્હડ ચાટ (Nagpuri Kulhad Chaat Recipe In Gujarati)
#SF#nagpurikulhadchaat#chaat#kulhadchaat#matkachaat#cookpadgujarati#cookpadindiaકુલ્હડ ચાટ એ નાગપુર (મહારાષ્ટ્ર) નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ ચાટ એક અનોખી અને સામાન્ય ચાટમાં એક ટ્વિસ્ટ સમાન છે. તેને માટીનાં વાસણમાં પીરસવામાં આવતું હોવાથી તેથી તેનું નામ કુલ્હડ ચાટ પડ્યું. સામાન્ય રીતે દેખાવમાં રગડા પુરી/પેટીસ જેવું જ હોય છે. આ ચાટ તાજી તૈયાર કરવામાં આવે છે અને તેને કુલ્હડમાં લઈને ચટણી, સેવ તથા દહીં સાથે પીરસવામાં આવે છે. 😍 Mamta Pandya
More Recipes
ટિપ્પણીઓ (8)