ફરાળી જલેબી

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836

#મિલ્કી

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ વ્યક્તિ
  1. ૧/૨ કપ બાફી ને છીણેલા બટાકા
  2. ૧/૨ કપ હૂંફાળું દૂધ
  3. ૧ કપ આરા લોટ
  4. ૨ ચમચા મોળું દહીં
  5. ૧ કપ ખાંડ
  6. તળવા માટે તેલ અથવા ઘી
  7. ૧/૨ ચમચી ઈલાયચી પાવડર
  8. ૬ થી ૭ કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લેવું. હવે બટાકા ની છાલ નિકાળી છીણી લેવું.

  2. 2

    હવે દૂધ માં મિક્સ કરી સૂપ ની ગરણી અથવા ચારણી થી ગાળી લેવું. હવે તેમાં આરા લોટ, મોળું દહીં અને ચપટી ક્રશ કરેલ કેસર ઉમેરી મીક્સ કરી લેવું. જરૂર પડે તો થોડું ૧ કે ૨ ચમચી પાણી ઉમેરવું.

  3. 3

    જરૂર પડે તો થોડું ૧ કે ૨ ચમચી પાણી ઉમેરવું. એક બીજા વાસણ માં ખાંડ માં પોણો કપ પાણી ઉમેરી એક તાર ની ચાસણી તૈયાર કરવી. તેમાં ઈલાયચી પાવડર અને કેસર ના તાંતણા ઉમેરવા.

  4. 4

    હવે બનાવેલ જલેબી ના બેટર ને સોસ ની બોટલ માં ભરી લેવું. ગરમ ઘી અથવા તેલ માં તળવી.

  5. 5

    હવે તળી ને ચાસણી માં ૫ મિનિટ ડુબાડી બહાર થાળી માં રાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bhuvansundari radhadevidasi
પર

Similar Recipes