રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાની વાટકી તુવેરની દાળ
  2. 2ગ્લાસ પાણી
  3. મસાલો
  4. 1 નાની ચમચીલાલ મરચું પાવડર
  5. 1 નાની ચમચીહળદર પાવડર
  6. 1 ચમચીધાણા જીરુ પાવડર
  7. નીમક સ્વાદ મુજબ
  8. 1 ચમચીગોળ
  9. 2નંગ ટમેટા
  10. 2નંગ લીલા મરચાં જીણા સમારેલા
  11. 1 ચમચીખમણેલું આદુ
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીલીંબુ નો રસ
  14. વધાર માટે
  15. 2ચમચા તેલ
  16. 1/2 ચમચીરાઈ
  17. 1 ચમચીજીરુ
  18. 1/4 ચમચીહીંગ પાવડર
  19. 1 ટુકડોતજ
  20. 3નંગ લવીંગ
  21. 1ફુલ બાદીયા
  22. 2નંગ તમાલપત્ર
  23. 2નંગ સુકા લાલમરચા
  24. 1/4 ચમચીમેથી દાણા
  25. શાક બનાવવા માટે
  26. 250 ગ્રામભીંડા
  27. 2નંગ બટેટા
  28. વધાર માટે
  29. 3ચમચા મોટા તેલ
  30. 1/4 ચમચીરાઈ
  31. 1ચમચીજીરુ
  32. 1/4 ચમચીહીંગ પાવડર
  33. 1 ચમચીલાલ મરચું પાવડર
  34. 1 ચમચીધાણા જીરુ પાવડર
  35. 1/2 ચમચીહળદર પાવડર
  36. 3નીમક સ્વાદ મુજબ
  37. રોટલી બનાવવા માટે
  38. 1વાટકો ઘઉં નો લોટ
  39. લોટ બાંધવા પાણી જરુર મુજબ
  40. 2 ચમચીતેલ લોટ કુણવા માટે
  41. સંભારો બનાવવા માટે
  42. 1નાનો કટકો પતાકોબી
  43. 1/2નંગ ગાજર
  44. 2નંગ લીલા મરચાં
  45. વધાર માટે
  46. 2 ચમચીતેલ
  47. 1/4 ચમચીરાઈ
  48. 1/4 ચમચીહીંગ પાવડર
  49. 1/4 ચમચીહળદર પાવડર
  50. નીમક સ્વાદ મુજબ
  51. 1 કપચોખા
  52. 3 કપપાણી
  53. મિષ્ટાન્ન માટે
  54. 3નંગ ઠંડી ભાખરી
  55. 2ચમચા ઘી
  56. 1ચમચો ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અનેચોખા ને પાણીથી ધોઈને અડધી કલાક પલાળીદેવા.ગઅડધી કલાક પછીગેસ ચાલુ કરી ગેસ પર કુકર મુકી કુકરમાં તળી યેપાણીમુકીબન્નેનેકુકરના ખાનામા લઈને તેના માપનુ પાણીમુકી ને ત્રણ વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો પંદર મીનીટ પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું દાળ ને ભાત બફાઈને તૈયાર છે

  2. 2

    દાળ ને એક તપેલીમાં લઈ તેને બ્લેન્ડર થી ક્રશ કરી લેવી. તેમાં ઉપરનો બધો મસાલો નાખી ને ગેસ ચાલુ કરી ગેસ પર તપેલી મુકી દાળ ને દસ થી પંદર મીનીટ સુધી ઉકળવા દેવી.હવે વધારીયા ગેસ પર મુકી તેમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ નાંખી રાઈ તતડે એટલે તેમા જીરું અને હીંગ પાવડર નાખી ઉપર નો બધો મસાલો નાખી ને દાળ વધારી લેવી. પછી દસ,પંદર મિનીટ ઉકાળી પછી ગેસ બધ કરી દેવો. દાળ તૈયાર છે.ભાત પણ તૈયાર થઈ ગયા છે.

  3. 3

    ભીંડા નુ શાક બનાવવા માટે પહેલા ભીંડા ને પાણીથી ધોઈને તેમાં પાણી ન રહે તેવી રીતે સાફ કરી ને સમારી લેવા પછી ગેસ ચાલુ કરી ગેસ પર પેન મુકી તેમાં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં વધારાનો મસાલો નાખી ને શાક વધારીલેવુ.શાક ધીમે તાપે ચડવા દેવું તેમાં હળદર પાવડર નાખીને શાક થવાં દેવુ.શાક થઈ જાય એટલે તેમાં બીજો બધો મસાલો નાખી ને શાક તૈયાર કરી લેવું. શાક તૈયાર છે.

  4. 4

    શાક તૈયાર થઈ ગયું છે.

  5. 5

    રોટલી બનાવવા માટે પહેલા રોટલીનો લોટ બાંધવો લોટ બંધાઈ જાય એટલે તેલથી લોટ કેળવી લેવો. દસ મીનીટ પછી રોટલી કરવી.ગેસ ચાલુ કરી ગેસ પર તાવડી મુકી તાવડી ગરમ થાય ત્યાં સુધી માં આપણે લોટ માથી લુવા કરી લેવાં. હવે રોટલી વણી ને બન્ને બાજુ શેકી લો. આવી રીતે બધી રોટલી શેકી ને તૈયાર કરી લેવી.રોટલી થતી જાય તેમ ઘી લગાવતુ જવુ.રોટલી તૈયાર છે.

  6. 6

    બધી રોટલી તૈયાર થઈ ગઈ છે.

  7. 7

    સંભારો બનાવવા માટે પહેલાકોબી અને ગાજર ધોઈને અડધી કલાક નીતરવા દેવું.ગેસ ચાલુ કરી ગેસ પર વધારીયા મા તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં વધારનો મસાલો નાખી ને સભારો વધારી લેવોપછી હળદર મીઠું નાખી ને સંભારો તૈયાર ક રીલેવો.સભારો તૈયાર છે.

  8. 8

    ઠંડી ભાખરી નુ ચુરમુ બનાવવા માટે પહેલા ભાખરી નો ભુકો કરી લેવો. ગેસ ચાલુ કરી ગેસ પર પેન મુકી તેમાં ઘી નાખી ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી ગોળ ઓગળે એટલે તેમાં ભાખરી નો ભુકો નાખી ને મીક્ષ કરી લેવું. ગોળ ભુકા સાથે મીક્ષ થઈ જાય એટલે ગેસ બધ કરી દેવો. પાંચ જ મિનિટમાં આ ચુરમુ તૈયાર થઈ જાય છે. (આ ચુરમુ નાના બાળકો ને પણ ખવડાવી શકાય છે. ચુરમુ તૈયાર છે.

  9. 9

    લંચ તૈયાર થઈ ગયું છે તો હુ સવૅ કરુ છું માય લચં.દાળ, ભાત, શાક,રોટલી અને સલાડ, પાપડ, લીલાં મરચાં, છાશ અને ચુરમુ તૈયાર છે.

  10. 10

    માય લંચ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Dave
Rita Dave @cook_20461021
પર

ટિપ્પણીઓ

Similar Recipes