આલું સમોસા

Sudha B Savani
Sudha B Savani @cook_21754148

#આલું
સમોસા! આ એક એવો નાસ્તો છે કે જે લગભગ બધાને જ ભાવે.પૂરા દેશમાં આ વાનગી લોકપ્રિય થઇ ગઈ છે. જે બેકરી, રેસ્ટોરન્ટ કે સ્ટોલ પર મળે છે.
કેટલાક લોકો બજારમાંથી મળતી સમોસાનો પટ્ટીના સમોસા બનાવે છે.જે ખૂબ જ ફટાફટ બની જાય છે.આજે મે મેંદાના લોટ માં અજમો નાખીને લેયર બનાવ્યું છે.જેની અંદર બટેટાનું સ્ટફિંગ ભર્યું છે.જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે.જેની રેસીપી તમારી સાથે શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. બટેટાનો મસાલો બનવવા માટે:
  2. ૩-૪ બાફેલા બટેટા
  3. ૧ ચમચીમરચું પાઉડર
  4. ૧ ચમચીધાણાજીરું
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧ ચમચીલીંબુનો રસ
  8. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  9. કીસમીસ
  10. કોથમીર
  11. લેયર બનાવવા માટે:
  12. બાઉલ મેંદો
  13. ૧/૨બાઉલ ઘઉનો લોટ
  14. અજમો
  15. સ્વાદ મુજબ મીઠું
  16. મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક વાસણમાં મેંદાનો લોટ અને ઘઉંનો લોટ લઈને તેમાં મીઠું, થોડો અજમો અને મોણ માટે તેલ નાખીને પાણીથી લોટ બાંધી લો. હવે તેને કોટોનના કપડાથી ઢાંકીને ૧૦ મિનિટ માટે રેસ્ટ આપી દો.

  2. 2

    હવે બટેટાનો મસાલો બનાવવા મટે એક વાસણમાં બાફેલા બટેટા લઈ તેમાં લાલ મરચું, ધાણાજીરૂ, મીઠું, ગરમ મસાલો,આદુ મરચાની પેસ્ટ,કીસમીસ, કોથમીર નાખીને મસાલો તૈયાર કરો.

  3. 3

    હવે લોટ માંથી એક સરખા લૂઆ લઈને તેની રોટલી વણી લી. હવે રોટલીને બે સરખા ભાગમાં કટ કરીને તેને સમોસાનો શેપ આપીને તેમાં બટેટાનો મસાલો ભરી લો.

  4. 4

    હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં તૈયાર કરેલા સમોસાને તળી લો.

  5. 5

    તો તૈયાર છે એક દમ ટેસ્ટી એવી આલું સમોસા જેને ખજૂર આંબલીની ચટણી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha B Savani
Sudha B Savani @cook_21754148
પર

ટિપ્પણીઓ

Similar Recipes