લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#વિકમીલ૧
#પોસ્ટ4
#માઇઇબુક
#પોસ્ટ7
કાઠિયાવાડની ખાસિયત એવું આ તીખું તમતમતું અને સ્વાદિષ્ટ શાક એ સૌની પસંદ બની ગયું છે. લસણ ના સ્વાદ થી ભરપૂર એવું આ શાક રોટલા, ભાખરી, છાસ, માખણ સાથે સરસ લાગે છે.

લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)

#વિકમીલ૧
#પોસ્ટ4
#માઇઇબુક
#પોસ્ટ7
કાઠિયાવાડની ખાસિયત એવું આ તીખું તમતમતું અને સ્વાદિષ્ટ શાક એ સૌની પસંદ બની ગયું છે. લસણ ના સ્વાદ થી ભરપૂર એવું આ શાક રોટલા, ભાખરી, છાસ, માખણ સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 વ્યક્તિ
  1. 20-25નાની બટાકી
  2. 4ચમચા તેલ
  3. 1ઝીણી સુધારેલી ડુંગળી
  4. 2ચમચા દહીં
  5. 1/2ચમચી ચાટ મસાલો
  6. 1/2ચમચી ગરમ મસાલો
  7. વાટી ને પેસ્ટ બનાવા માટે:
  8. 4-5સૂકા લાલ મરચાં (પલાળેલા)
  9. 12-15લસણ ની કળી
  10. 1નાનો ટુકડો આદુ
  11. 1ટામેટું
  12. 2ચમચી ધાણા પાઉડર
  13. 1ચમચી જીરું
  14. 1/4ચમચી હળદર
  15. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    બટેટા માં મીઠું અને પાણી નાખી કુકર માં બાફી લો. લાલ મરચાં ને ગરમ પાણી માં 30 મિનિટ પલાળી રાખો. બટેકા ઠંડા થાય એટલે છાલ ઉતારી લેવા.

  2. 2

    પેસ્ટ ના બધા ઘટકો અને પલાળેલા મરચા ને વાટી ને પેસ્ટ બનાવો.

  3. 3

    એક ચમચી તેલ ગરમ મૂકી, બટેટા માં ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી થોડા સાંતળી લો.

  4. 4

    હવે એ બટેટા ને પ્લેટ માં કાઢી 4 ચમચા તેલ ગરમ મુકો. અને ડુંગળી ને સાંતળો. પછી તૈયાર કરેલી પેસ્ટ નાખો અને તેલ ફૂટે ત્યાં સુધી સાંતળો.પછી દહીં નાખી 2-3 મિનિટ એક જ દિશા માં હલાવી સાંતળો.

  5. 5

    હવે બટેટા અને પા કપ જેટલું પાણી નાખી ભેળવી, ઢાંકી ને ધીમી આંચ પર 3-4 મિનિટ પકાવો.

  6. 6

    કોથમીર થી સજાવો અને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes